જામનગરના મોમાઇનગર વિસ્તારમાં ગંજીપતા વડે જુગાર રમતી ૬ મહિલાઓને ૧૪ હજારની રોકડ સાથે અટકાયતમાં લેવામાં આવી હતી.
મોમાઇનગર વિસ્તારમાં કેટલીક મહિલાઓ જુગાર રમે છે એવી બાતમીના આધારે સીટી-બી પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી, અહીં તિનપતીનો જુગાર રમતી મોમાઇનગરના નીલમબા ઉર્ફે નયનાબા નરેન્દ્રસિંહ જાડેજા, અનુબા વિજયસિંહ ઝાલા, સાધના કોલોનીના મધુબેન બિપીન રાવલ, મંજુબેન હસમુખ ટાંક, દિ.પ્લોટ-૬૪માં રહેતા શાંતાબેન પુરૂષોતમ શેઠીયા અને હવાઇચોક, નાગરચકલામાં રહેતા પુષ્પાબેન મનિષ ચાવડાની અટકાયત કરવામાં આવી હતી. દરોડા દરમ્યાન ૧૪૧૭૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.