મહાપાલિકાની પેટા ચૂંટણીમાં 33 ફોર્મનો ઉપાડ: ભરાઈને એક પણ આવ્યું નથી

  • July 18, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષોમાં ભારે થનગનાટ


રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ની બે બેઠકની ચૂંટણીનું જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ થયા બાદ પ્રથમ દિવસે જ 21 ફોર્મ નો ઉપાડ થયો છે અને આજે બીજા દિવસે બપોરે 1:00 વાગ્યા સુધીમાં વધુ 12 ફોર્મ ઉપડી ગયા છે.હજુ સુધી એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી.



જુની કલેકટર કચેરીમાં ફોર્મ આપવાની અને ભરાયેલા ફોર્મ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે ભાજપે એક સાથે 10 ફોર્મનો ઉપાડ કર્યો હતો. કોંગ્રેસે ગઇકાલે બે અને આજે ચાર ફોર્મ ઉપાડ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ ફોર્મ ઉપાડ્યા છે. આજે બસપાએ 4 અને અપક્ષોએ ચાર ફોર્મ ઉપાડ્યા છે. અત્યાર સુધીમાં 33 ફોર્મનો ઉપાડ થયો છે.


ઉમેદવારોની પસંદગીના મામલે ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. તારીખ 22 સુધીમાં ફોર્મ ભરવાના છે અને તે જોતા ભાજપ તેના ઉમેદવારોના નામની જાહેરાત તારીખ 21 ના સાંજે અથવા તો તારીખ 22 ના સવારે કરે તેવી શક્યતા છે કોંગ્રેસે આજે બપોરે ચાર વાગે વોર્ડ નંબર 15માં આ સંદર્ભે એક મીટીંગ બોલાવી છે અત્યાર સુધીમાં કોંગ્રેસમાં પણ ૨૦ થી ૨૫ જેટલા દાવેદારો હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application