પાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ

  • September 20, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પાકિસ્તાનમાં ઈશ્વરની નિંદાના આરોપમાં હત્યાના કેસોમાં હાલ સતત વધારો થયો છે. ગત સપ્તાહે પણ ઈશ્વરની નિંદાના આરોપમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. સિંધ પ્રાંતમાં ફરી એકવાર ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો છે. એક સપ્તાહમાં ઈશનિંદાના આરોપમાં હત્યાની આ બીજી ઘટના છે, જે પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને દર્શાવે છે.


તે વ્યવસાયે ડૉક્ટર હતો અને તેના પર ઈશનિંદાનો આરોપ હતો.


મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના દક્ષિણી ક્ષેત્ર એટલે કે સિંધ પ્રાંતના ઉમરકોટ જિલ્લામાં એક વ્યક્તિની ઈશનિંદાના આરોપમાં હત્યા કરવામાં આવી હતી. આ વ્યક્તિની ઓળખ શાહ નવાઝ તરીકે થઈ હતી, જે વ્યવસાયે ડોક્ટર હતો. તેના પર પ્રોફેટ મોહમ્મદનું અપમાન કર્યા બાદ અને સોશિયલ મીડિયા પર નિંદાજનક સામગ્રી શેર કર્યા બાદ બે દિવસ સુધી ક્યાંક છુપાઈ જવાનો આરોપ હતો.


પોલીસે અટકાવ્યા તો કર્યો ગોળીબાર


સ્થાનિક પોલીસે જણાવ્યું કે, બુધવારે રાત્રે નવાઝની હત્યા કરવામાં આવી હતી. સિંધ પ્રાંતના મીરપુર ખાસમાં જ્યારે પોલીસે બાઇક સવાર બે લોકોને રોક્યા તો રોકવાના બદલે બાઇક સવારોએ ફાયરિંગ શરૂ કરી દીધું. જેના પર પોલીસે પણ જવાબમાં ગોળીબાર કરવો પડ્યો હતો. આ ફાયરિંગમાં બાઇક સવાર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય વ્યક્તિ બાઇક પર ફરાર થઇ ગયો હતો.


માનવાધિકાર સંગઠને ચિંતા વ્યક્ત કરી હતી


પોલીસે દાવો કર્યો હતો કે મૃત્યુ પામનાર બાઇક પર સવાર વ્યક્તિ શાહ નવાઝ હતો, જે ડોક્ટર પર ઇશનિંદાનો આરોપ છે. પોલીસ તેને શોધી રહી હતી. જો કે આ ઘટના પર સિંધ સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. બીજી તરફ પાકિસ્તાનના માનવાધિકાર સંગઠને આ ઘટનાની નિંદા કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'નિંદાના મામલામાં હિંસાની આ રીત ચિંતાજનક છે.'


ઉશ્કેરાયેલા ટોળાએ ડૉક્ટરનું ક્લિનિક સળગાવી દીધું


પોલીસ ગોળીબારમાં ડૉક્ટરના મૃત્યુના એક દિવસ પહેલા, કટ્ટરપંથી ઇસ્લામિકોએ ઉમરકોટમાં નિંદાના આરોપી ડૉક્ટરની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમના ક્લિનિકમાં આગ લાગી હતી.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application