કર્ણાટકમાં કોની બનશે સરકાર ?, એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું પલડું ભારે !

  • May 10, 2023 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકમાં મહિનાઓ સુધી ચાલેલા ચૂંટણી જંગ બાદ આજે (10 મે) મતદારોએ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરી દીધું. હવે તમામની નજર 13મી તારીખે ટકેલી છે, જે દિવસે ચૂંટણી પરિણામ જાહેર થશે.

એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસને સૌથી વધુ સીટો મળી શકે છે અને બીજેપી બીજા નંબર પર રહી શકે છે. જેડીએસ ફરી એકવાર કિંગમેકર બને તેવી શક્યતા છે. એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને કર્ણાટકમાં 100-112 સીટો મળી રહી છે. જ્યારે ભાજપને 83-95 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે જેડીએસને 21-29 બેઠકો મળતી દેખાઈ રહી છે. અન્યને 2-6 બેઠકો મળી શકે છે.


એક્ઝિટ પોલ અનુસાર, કર્ણાટકના ગ્રેટર બેંગલુરુમાં કોંગ્રેસને 39 ટકા મતો સાથે 11-15 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 45 ટકા મત સાથે 15-19 બેઠકો મળી શકે છે. જેડીએસને 13 ટકા વોટ સાથે 1-4 સીટો મળે તેમ છે. બીજી તરફ, 3 ટકા મતો સાથે 0-1 બેઠકો અન્યના ખાતામાં જતી જોવા મળી રહી છે.


એક્ઝિટ પોલ અનુસાર, કર્ણાટકના ઓલ્ડ મૈસૂર ક્ષેત્રમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે અને બીજેપી પાછળ રહેતી દેખાઈ રહી છે. કોંગ્રેસને 28-32 બેઠકો મળવાની આશા છે. જ્યારે ભાજપને 0-4 બેઠકો મળી શકે છે. જેડીએસને 19-23 બેઠકો મળતી જણાય છે. બીજી તરફ અન્યના ખાતામાં 0-3 બેઠકો જતી જોવા મળી રહી છે.


એક્ઝિટ પોલ અનુસાર મધ્ય કર્ણાટક ક્ષેત્રમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. કોંગ્રેસને અહીં 18-22 બેઠકો મળવાની આશા છે. જ્યારે ભાજપને 12-16 બેઠકો મળી શકે છે. જેડીએસને 0-2 બેઠકો મળતી જણાય છે. બીજી તરફ અન્યના ખાતામાં 0-1 સીટ જતી જોવા મળી રહી છે.


એક્ઝિટ પોલ અનુસાર, કોસ્ટલ કર્ણાટક વિસ્તારમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપને 15-19 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસને અહીં 2-6 બેઠકો મળવાની આશા છે. જ્યારે જેડીએસ અને અન્યનું ખાતું અહીં દેખાતું નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application