રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 393 મી.મી. નવા નીરની આવક, સૌથી વધુ વરસાદ ધોરાજી તાલુકામાં 104 મી.મી.

  • July 24, 2024 07:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 393 મી.મી. નવા નીરની આવક નોંધાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ ધોરાજી તાલુકામાં 104 મી.મી. પડ્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં સિઝનનો કુલ 4332 મી.મી. વરસાદ નોંધાયો. વિંછીયા અને જસદણ તાલુકા સિવાય સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.


રાજકોટ જિલ્લામાં ગત તા. ૨૩ જુલાઈના રોજ સવારે છ કલાકથી બીજા દિવસ સવારે છ કલાક સુધી જિલ્લામાં કુલ ૩૯૩ મી.મી. નવા નીરની આવક થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ ૪૩૩૨ મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ધોરાજી તાલુકામાં ૧૦૪ મી.મી. નોંધાયો છે.


તાલુકા મુજબ વિગતની વાત કરીએ તો પડધરી તાલુકામાં ૧૪ મી.મી., રાજકોટ શહેરમાં ૨૩ મી.મી., લોધિકા તાલુકામાં ૪૯ મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં ૬ મી.મી., ગોંડલ તાલુકામાં ૨૩ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૬૧ મી.મી., ઉપલેટા તાલુકામાં ૫૩ મી.મી., ધોરાજી તાલુકામાં ૧૦૪ મી.મી.,  જેતપુર તાલુકામાં ૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જસદણ અને વિંછીયા તાલુકામાં વરસાદ નોંધાયો નથી. 


આ ઉપરાંત અત્યાર સુધીમાં પડેલા કુલ વરસાદની તાલુકા પ્રમાણે વિગત જોઈએ તો પડધરી તાલુકામાં ૧૮૧ મી.મી.,રાજકોટ શહેરમાં ૨૭૦ મી.મી., લોધીકા તાલુકામાં ૪૨૭ મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં ૨૭૪ મી.મી., જસદણ તાલુકામાં ૧૨૮ મી.મી., ગોંડલ તાલુકામાં ૩૭૬ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૪૯૫ મી.મી., ઉપલેટા તાલુકામાં ૭૨૨ મી.મી., ધોરાજી તાલુકામાં ૭૭૯ મી.મી., જેતપુર તાલુકામાં ૪૮૭ મી.મી. તથા વીંછિયા તાલુકામાં ૧૯૩ મી.મી. મળીને કુલ ૪૩૩૨ મી.મી. વરસાદ નોંધાયો છે, તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application