ફ્રાન્સની એક મહિલાએ કોર્ટમાં તેના પતિની નિર્દયતાની કહાની સંભળાવી છે અને કહ્યું છે કે તેના પતિએ તેણીને ડ્રગ્સ પીવડાવ્યું અને 10 વર્ષ સુધી અજાણ્યા શખ્સોએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ જણાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે તેની સાથે આ બધું કેવી રીતે કરવામાં આવ્યું તો તે ડરી ગઈ.
આ મહિલાનું નામ ગિઝેલ પેલીકોટ છે, જે હાલમાં 72 વર્ષની છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે 71 વર્ષીય ડોમિનિક પેલીકોટે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેને અન્ય પુરુષોને તેની બેભાન પત્ની સાથે સેક્સ કરતા જોઈને સંતોષ મળે છે. આ કેસમાં કેટલાક પ્રતિવાદીઓએ તેમની સામેના બળાત્કારના આરોપો સામે લડ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ માનતા હતા કે તેઓ સહમતિથી સેક્સ ગેમમાં ભાગ લઈ રહ્યા હતાં.
HIV સંક્રમિત વ્યક્તિએ મારી સાથે 6 વખત દુર્વ્યવહાર કર્યોઃ પીડિત મહિલા
મહિલાને પતિ દ્વારા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. જેથી 70 થી વધુ અજાણ્યા શખ્સો દ્વારા તેણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બેભાન મહિલાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનનો ચેપ લાગ્યો હતો. HIV થી પીડિત એક શખ્સ દ્વારા તેના પર ઓછામાં ઓછો છ વખત દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મહિલાએ આ વાત કોર્ટમાં કહી હતી.
મહિલાએ કહ્યું કે તેનો પતિ તેના પર લગભગ 100 વખત બળાત્કાર કરવા માટે ઘણા પુરુષોને લાવ્યો હતો. જીવ જોખમમાં હતો પરંતુ કોઈએ એક સેકન્ડ માટે પણ આ બધું રોક્યું નહીં. એ પણ જણાવ્યું કે તે તેના પતિથી છૂટાછેડા લેવાની તૈયારીમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech