મ્યુ. કમિશનરને કેમ સસ્પેન્ડ કર્યા નહીં? હાઈકોર્ટ

  • June 06, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડના મામલે આજે હાઈકોર્ટે બીજી સુનાવણીમાં પણ સરકારની બરાબરની ઝાટકણી કાઢતા કહ્યું કે, નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે મ્યુનિ. કમિશનરને કેમ સસ્પેન્ડ કરાયા નથી ? શું તમે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાના છો ? સરકાર હજુ બીજા અિકાંડની રાહ જોઈ રહી છે કે શું ? સરકાર કરે છે શું એ સમજાતું નથી. હાઈકોર્ટના આક્રમક વલણના સામે સરકાર તરફે બચાવની મુદ્રામાં રહેલા એડવોકેટ જનરલે સરકાર તરફથી તાત્કાલીકપણે રાજકોટ મ્યુનિ. કમિશનરપદેથી આનદં પટેલને હટાવાયા હોવાનો પક્ષ રજુ કયર્ો હતો.  જો કેે, હાઈકોર્ટના તીખા તેવર અને દુર્ઘટનાને ધ્યાને લઈ સરકારે હજી પણ ઉચ્ચ અધિકારીઓ સામે નાછૂટકે કોઈ ઠોસં કાર્યવાહી કરવી પડે તેવું દેખાઈ રહ્યંું છે.

ગત માસે તા.૨૫ને શનિવારના રોજ ગેમઝોન ભડભડ સળગી ઉઠયો હતો અને ૨૭ માનવ જીંદગી ભડથુ થઈ ગઈ હતી. માનવસર્જીત આ ગોઝારી દુર્ઘટનાના ગહેરા પડઘા પડયા હતા. હાઈકોર્ટે સુઓમોટો અરજી સ્વીકારીને તા.૨૭ને સોમવારના રોજ સુનાવણી કરી હતી. હાઈકોર્ટમાં સુઓમોટો થતાં અને અર્જન્ટ કાર્યવાહીની નોટીસ મળતા જ સરકાર દ્રારા પણ સોમવારે હાઈકોર્ટમાં બચાવ મુદ્રામાં રહી શકાય તે માટે ફટાફટ બે પીઆઈ, મહાપાલિકાના ત્રણ ઈજનેર તેમજ માર્ગ મકાન વિભાગના બે ઈજનેરને સસ્પેન્ડ કરીને સરકારે તાત્કાલીક ધોરણે એકશન લીધા કે કામ બતાવ્યું હોવાનું ચિત્ર ઉભું કયુ હતું. ગત તા.૨૭ને સોમવારે હાઈકોર્ટમાં સુનાવણીની સાથે જ સરકાર પક્ષે ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરાયાનો તેમજ સરકાર તરફે ફરિયાદી બની તાત્કાલીકપણે આરોપીઓની ધરપકડ પણ આરંભાઈ હોવાનું બચાવ રીપોર્ટ રજુ કર્યેા હતો. જો કે, હાઈકોર્ટ આ માનવસર્જીત દુર્ઘટનાથી અતિ નારાજગી સાથે સ્પષ્ટ્ર વલણ પર દેખાઈ હતી કે, સરકારે લીધેલા આ પગલા જરૂર પુરતા નથી. સરકાર સમક્ષ એવા સવાલો પણ કર્યા હતા કે, શું મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર કે અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે કેમ કોઈ પગલા નહીં?

હાઈકોર્ટના આક્રમક વલણના કારણે એ જ દિવસે સાંજે સોમવારે મ્યુનિ. કમિશનર આનદં પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડી. પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સુધીર દેસાઈની બદલી કરી નાખવામાં આવી હતી. આ ચારેય અધિકારીઓની હજુ કોઈ જગ્યાએ પોસ્ટીંગ અપાયા નથી. હાઈકોર્ટ દ્રારા કમિશનરોને સોગંદનામા  રજુ કરવા પણ કહેવાયું હતું અને વધુ સુનાવણી તા.૭ જુને એટલે કે, આજે મુકરર કરાઈ હતી. આજે હાઈકોર્ટની ડીવીઝનલ બેચ સમક્ષ સવારે ૯ વાગ્યાથી જ કાર્યવાહી શરૂ થઈ હતી.  જેમાં હાઈકોર્ટે નારાજગી દર્શાવતા સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા હતા કે, નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. મ્યુનિ. કમિશનર સામે શા માટે કાર્યવાહી કરવામાં આવી નથી ? શું તમે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાના છો ? કે પછી હજુ આવા અિકાંડની રાહ જુઓ છો ? હાઈકોર્ટના આવા આક્રમક વલણ સામે સરકાર તરફે એડવોકેટ જનરલે બચાવ કરતા એવી રજુઆત કરી હતી કે, સરકાર દ્રારા જે તે સમયે જ આનદં પટેલને રાજકોટ મ્યુનિ. કમિશનરપદેથી હટાવી દેવાયા હતા. વધુ કાર્યવાહી માટે એસઆઈટીના રીપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. કોર્ટે કહ્યું કે, તા.૨૮ સુધી રીપોર્ટ આપવા માટે કહેવાયું હતું. અમને ખબર છે ત્યાં શું ચાલી રહ્યું છે. સરકાર શું કરવા માગે છે તે સમજાતું નથી આવા શબ્દો સાથે સરકારની અત્યારે ચાલી રહેલી કામગીરી સામે હાઈકોર્ટે અસંતોષ વ્યકત કર્યેા હોય તેવું આજની સુનાવણી પરથી દેખાઈ રહ્યંું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application