માંગેલી રેઈડ: બે પિસ્ટલ પકડાઈ, બન્નેના તાર મોરબી રોડ તરફ !

  • March 03, 2023 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કામ બતાવવા કે ઉતારવા પોલીસ અન્ય હદમાંથી દારૂ પકડે,. પોતાની હદમાં લાવીને બતાવે કે બારોબાર સગેવગે થાય, બુટલેગરો પાસેથી સામેથી રેઈડ મંગાતી હોય કે ગોઠવણ સાથે કામ થતું હોવાની 'પુરાની આદત' માફક હથિયારોમાં પણ કંઈક આવું ચાલતું નથી ને ? રાજકોટમાં ગત સાહે ચાર દિવસના અંતરાલમાં બે હથિયાર, કાટિર્સ પકડાયા, બન્નેમાં તાર–કનેકશન મોરબી રોડ, ભગવતીપરા તરફ ખુલ્યા છે. શું માંગેલી રેઈડ તો ન્હોતી ને ? આવી અટકળો કે ચર્ચાઓ વ્હેતી થઈ છે. જો કે ઓનપેપર તો બન્ને હથિયાર બાતમીના આધારે પકડાયા છે અને બન્ને હથિયાર આપનારાઓના નામ પણ ખૂલ્યા છે જેથી હાલ તો સાચી રેઈડ છે તેવું જ માની શકાય.
મોરબી રોડની જય જવાન–જય કિસાન સોસાયટી નજીક ૨૫ ચોરસ મીટર કવાર્ટરમાં રહેતા શખસને ગત સાહે બી–ડિવિઝન પોલીસે પિસ્ટલ અને જીવતા કાર્ટીસ સાથે ઘર નજીક જય ઠાકર ચોક નજીકથી પકડી પાડયો હતો. આરોપીએ પોતે માથાકૂટ ચાલતી હતી એટલે આઠેક માસ પહેલાં હથિટાર લમીવાડીના શખસ પાસેથી લાવ્યો હતો અને રાખતો હતો તેવું રટણ કર્યું હતું.





આરોપી ભાવેશ પાસેથી ૧૦૦૦૦ની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ અને ૧૦૦ રૂપિયાની કિંમતનો કાર્ટીસ મળી ૧૦,૦૧૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો ન્હોતો નો ખિસ્સામાંથી એક રૂપિયો નીકળ્યો કે ન્હોતો તેના કબજામાં મોબાઈલ ફોન. માથાકૂટ ચાલતી હોય અને મોબાઈલ ફોન ન સાથે હોય કે હથિયાર રાખે પણ ખિસ્સામાં પાંચ પૈસા ન નીકળે તે પણ આર્યજનક વાત કહેવાય તેવું ખુદ બી–ડિવિઝન પોલીસ કેમ્પસમાં જ ચર્ચાયું હશે. કદાચ એવું પણ બને કે બહાર નીકળતી વેળાએ મોબાઈલ ઘરે જ અથવા અન્ય કયાંય જગ્યાએ ભૂલી ગયો હોય કે પછી મોબાઈલ ફોન રાખતો પણ ન હોય અને સાથે સાથે ખિસ્સામાં નાણાં પણ ન હોય જો કે આ બધું તો પોલીસ જ જાણતી હશે.





બી–ડિવિઝન પોલીસે હથિયાર પકડયાના ચાર દિવસ બાદ ગાંધીગ્રામ પોલીસે રૈયાધારના એક શખસને હથિયાર સાથે પકડયો તેને હથિયાર મોરબી રોડ ભગવતીપરામાં રહેતા શખસે આપ્યાનું ખૂલ્યું હતું. બી–ડિવિઝન પોલીસે પકડેલો શખસ મોરબી રોડ પર રહે છે. યારે ગાંધીગ્રામે પકડેલા શખસને હથિયાર આપનારો શખસ પણ મોરબી રોડ ભગવતીપરાનો છે. આમ, બન્ને હથિયારમાં તાર મોરબી રોડ તરફના જ છે. 'જો' અને 'તો'ની ચાલતી ચર્ચા મુજબ બન્ને હથિયાર પકડવામાં એક ઈસમ મહત્વની કડી કે રોલરૂપ હતો. શું પોલીસને બાતમી મળી હતી ને પકડયા કે માગેલી રેઈડ હતી ? આવી 'જો' અને 'તો' જેવી ચર્ચા ચાલી છે. જો કે બન્ને દરોડા ઓનપેપર તો પકડાયા અને હથિયાર આપનારાના નામ ખૂલ્યા એ પ્રમાણે ખરા દરોડા કે કામગીરી જ છે. ચર્ચાતી વિગતોમાં હાલ તો આ બધું અફવારૂપ જ ગણી શકાય.



કામગીરી બતાવવાનું પ્રેશર કરવાના બદલે ફેક નહીં ફેકટ વર્કની સૂચના જરૂરી !!



પોલીસ બેડામાં જ ચર્ચાતી વિગતો મુજબ કયારેક ઉપરી અધિકારીઓ કે અવનવા સરકયુલર લાવીને કામગીરી બતાવવાનું પ્રેશર પણ રહે છે. ચેમ્બરમાં આરૂઢ અધિકારીઓ દ્રારા આખરે તો કામ જ માગવામાં આવે છે. હથિયારો બતાવવા કે આવી ડ્રાઈવમાં કામ મગાતા હશે ? અગાઉ દારૂના મોટા જથ્થા બતાવવા કે અધિકારીઓને એકિટવ છીએ તેવું બતાવવા ટ્રક, આવા વાહનો બીજી હદમાંથી ઘૂસાડી દેવાતા હોવાનું ખુલી ચૂકયું છે. શું હથિયારોમાં પણ આવું થતું હશે ? આ બધી તો અત્યારે 'વા'વાયા ને નળીયું ખસ્યા' જેવું કે ચર્ચા ગણી શકાય. ફિલ્ડમાં રહેતા અધિકારીઓ, સ્ટાફે ગુનાખોરી અટકાવતી કામગીરી કરવી એ એમની જ પ્રથમ જવાબદારી છે અને તેના પર સુપરવિઝન ઉપરીઓનું રહેવું જરૂરી છે પરંતુ જો કામ બતાવતા ઉપરીઓ દ્રારા પ્રેશર થતાં હોય તો ફિલ્ડમાં રહેલાઓને પોતાનું સ્થાન બચાવવા નાછૂટકે ગોઠવણ તરફ જવું પડે એવી મુશ્કેલી ઉભી થતી હોવાની પણ ચર્ચા છે. ખરેખર ઉપરીઓની વોચ જરૂરી છે. કામ પણ લેવું જ જોઈએ પણ એક સ્પષ્ટ્ર સૂચના કે આદેશ પણ હોવો જોઈએ કે ફેક નહીં ફેકટ જ કેસ કરજો. જો કામ બતાવવા કે ઉંધા ચશ્મા પહેરાવવા પ્રયાસ કરશો તો ભોગવવા પણ તૈયાર રહેજો. જો આવું બને તો સિસ્ટમમાં સડાને અવકાશ ન રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application