માલિકને વિશ્ર્વાસમાં રાખીને નોકરે કરેલ ચોરીનો ભેદ ઉના પોલીસે ઉકેલ્યા

  • December 20, 2023 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડાના વડવીયાળા ગામનો શખ્સે માલીકને વિશ્વાસમાં રાખીને નોકરી કરી રોકડ રકમ તેમજ ચેક સહીત રૂ.૨.૬૦ લાખથી વધુની ચોરી કરી ગયેલ શખ્સને પોલીસે ઉના ટાવર ચોક પાસેથી ઝડપી પાડી રોકડ રકમ ચેક સહીતના મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 


ઉના પી.આઈ. એન.કે.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પો.સ્ટેશનમાં ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના મુજબ પી એસ આઇ આર.આર.ગળચર, પો.હેડ.કોન્સ.વિપુલભાઈ લાખણોત્રા, રાહુલભાઇ છેલાણા તથા જી.આર.ડી.જવાન મહેશભાઈ ચાવડા સહીત પોલીસ સ્ટાફે ટાવર ચોક પાસે ઉભેલ હતા. તે દરમ્યાન બાતમી આધારે ની તપાસ કરી ટાવર ચોક પાસે આવતા અમોને બાતમી હકીકત ને આધારે ટાવર ચોકની સામેની બાજુએ ઉભેલ હતો. તેની બાતમી આધારે શખ્સ પર શંકા જતા પોલીસે તેની પુછપરછ કરી હતી. પ્રા.નોકરી કરતો અને ગીરગઢડાના વડવીયાળા ગામે રહેતો ભીમજી નાગજી રાણપરીયાની અટક કરી ચોરીમા ગયેલ રોકડ રકમ રૂ. ૧,૨૧,૯૯૦ તથા અલગ અલગ બેંકના ચેક નંગ-૮ જેની કિ.રૂ. ૧,૩૮,૮૪૫ કુલ રૂ. ૨,૬૦,૮૩૫ નો મુદામાલ કબ્જે કરી આરોપીને અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application