BREAKING NEWS

જામનગર શહેરમાં બાઇકની ટકકરમાં બે મિત્ર ઘાયલ

  • May 12, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં બાઇકની ટકકરમાં બે મિત્ર ઘાયલ

મચ્છરનગર વિસ્તારમાં કારે બે વ્યકિતને ઠોકર મારી : ફ્રેકચર સહિતની ઇજા

જામનગરના સંતોષી માતાના મંદિર પાસેના સર્કલ પાસે બાઇક વચ્ચેના અકસ્માતમાં બે મિત્રોને ઇજા પહોચી હતી જયારે મચ્છરનગર વિસ્તારમાં કારચાલકે બેદરકારીથી ચલાવી ત્યાં બેઠેલા વૃઘ્ધ સહિત બેને નાની મોટી ઇજાઓ પહોચાડી હતી.

જામનગરના હવાઇચોક શ્રીજી એપાર્ટમેન્ટ ૧૦૨ વિંગ-ઇમાં રહેતા વેપાર કરતા હાર્દિક હરીશભાઇ કનખરા (ઉ.વ.૨૯) નામનો યુવાન તેનું ઓલા સ્કુટર લઇને તેમના મિત્ર સાથે તા. ૧૧ના જતા હતા, દરમ્યાન સંતોષી માતા મંદિર સર્કલ પાસે પહોચતા સામેથી મોટરસાયકલ નં. જીજે૧૦ઇડી-૫૫૬૬ના ચાલક પોતાનું મોટરસાયકલ બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના વાહન સાથે સામેથી ભટકાડી અકસ્માત સર્જયો હતો.

જેમાં ફરીયાદી તથા તેના મિત્રને નીચે પછાડી દીધા હતા, અકસ્માત ફરીયાદીને પગમાં ફ્રેકચર, કાન અને ચહેરાના ભાગે ઇજા તેમજ તેના મિત્રને મુંઢ ઇજા પહોચી હતી આ બનાવ અંગે હાર્દિકભાઇ દ્વારા મોટરસાયકલના ચાલક સામે સીટી-સી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

બીજા બનાવમાં જામનગરના ગાંધીનગર મંદિર સામે રહેતા ડ્રાઇવીંગ કરતા રવિરાજસિંહ સુરેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.૩૧) નામના યુવાને ગ્લાન્ઝા કાર નં. જીજે૧૦ડીઆર-૬૪૮૯ના ચાલક મોનાણી નૈતીકની સામે ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી હતી.

આરોપીએ પોતાની બ્લાન્ઝા કાર બે દિવસ પહેલા મચ્છરનગર ચોક વિસ્તારમાં પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના પિતા અને તેના પિતાના મિત્ર બેઠા હોય ત્યારે ઠોકર મારી હતી જેમાં ફરીયાદીના પિતાને પાંસડી, છાતી અને પગના ભાગે ઇજા કરી હતી અને ફરીયાદીના પિતાના મિત્રને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application