જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે ઠંડા પીણાની કાચની બોટલો ભરેલો એક માલવાહક ટેમ્પો અકસ્માતે પલટી મારી ગયો હતો.
જેની અંદર રહેલા કાચની બોટલો સાથેના કેરેટ જમીન પર પટકાઈને પડ્યા હોવાથી અનેક ઠંડા પીણાની બોટલોના કાચના ટુકડા માર્ગ પર વેરણ છેરણ થઈ ગયા હતા.
કાચના ટુકડા એટલા બધા વેરાયા હોવાથી તેને ભેગા કરવા માટે જેસીબી ની મદદ લેવી પડી હતી, ઉપરાંત સફાઈ કામદારો પણ કામે લાગ્યા હતા, અને સાવરના પાવડા વગેરે સાધનોની મદદથી કાચના ટુકડા વગેરે ભેગા કર્યા હતા, અને રસ્તાને ખુલ્લો કરાવવામાં મદદ કરી હતી.
આ બનાવ સમયે એક તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હોવાથી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. તેથી પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું, અને એકાદ કલાકની ભારે જહેમત બાદ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.