ત્રણ દરવાજાને નવા વાઘા પહેરાવી રેસ્ટોરેશન કરાશે

  • January 03, 2023 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એક એવું શહેર છે કે, જયાં અનેક જોવા લાયક સ્થળો આવેલા છે, ભૂતકાળમાં તો સોનાપુરી અને તળાવની પાળ જોવા માટે બહારગામથી લોકો જામનગર આવતાં હતાં, થોડા વર્ષો પહેલા શહેરના ખંભાળીયા ગેઇટને પહેલાની જેમ આકર્ષક બનાવવામાં આવ્યો છે, એવી જ રીતે ભૂકંપમાં ઘ્વંશ થયેલો ભૂજીયો કોઠો પણ કાર્યરત થઇ જશે, ત્યારે આગામી દિવસોમાં ઐતિહાસિક ઓળખ જળવાય તે માટે કોર્પોરેશન દ્વારા રૂ.૧.૧૦ કરોડના ખર્ચે ત્રણ દરવાજાનું ક્ધઝર્વેશન, રેસ્ટોરેશન અને ક્ધસોલીડેશન વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. આઠેક માસ બાદ આ સમગ્ર માળખુ તૈયાર થઇ જશે ત્યારે જામનગરને એક નવલુ નજરાણું મળી જશે. 


ડીએમસી ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગના નાયબ ઇજનેર રાજીવ જાનીના જણાવ્યા મુજબ ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.૧.૧૦ કરોડના ખર્ચે અક્ષરશિલ્પ દ્વારા આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, ગે્રઇન માર્કેટ પાસે આવેલા ત્રણ દરવાજાનું બાંધકામ ૧૯૦૭ની સાલમાં થયું હતું, ત્યારબાદ ૧૯૩૩માં રાજવી પરિવારના જામ રણજીતસિંહજી દ્વારા અનાજ બજારનો પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો, ત્રણ દરવાજા માપ પરીવહનની જરૂરીયાતને ઘ્યાનમાં રાખીને આજે પણ આ ત્રણેય ગેઇટ ઉપયોગી બની ગયા છે. 


નવા પ્રોજેકટમાં આ ત્રણેય ગેઇટને ભૌમીતીક અને ફુલોની પેર્ટન વડે ફરીથી સુશોભીત કરવામાં આવશે, થોડા વર્ષથી ઘસારો અને વાતાવરણની વીપરીત અસરને કારણે આ સ્ટ્રકચરમાં નુકશાન થયેલ છે જે ઘ્યાનમાં લઇને આ ત્રણેય દરવાજાનું કામ કરવું જરૂરી બનશે. જામનગરનો ઐતિહાસિક વારસો જળવાય રહે તે માટે મહાપાલિકાએ થોડા વર્ષ પહેલા ખંભાળીયા ગેઇટને પણ આકર્ષક બનાવ્યો છે, આ ર્જીણોઘ્ધાર થવાથી ત્રણ દરવાજાની આગવી ઓળખમાં વધારો થશે. 


થોડા સમયથી મહાપાલિકાના જનરલ બોર્ડમાં પણ આ પ્રોજેકટ પાસ થઇ ગયો છે, જામનગરના ત્રણ દરવાજા ગે્રઇનમાર્કેટ પાસે આવેલા છે અને અસંખ્ય વેપારી, લોકો, મજુરો આ દરવાજામાંથી પસાર થાય છે, દરવાજાનો મુખ્ય ગેઇટ વધુ આકર્ષક બને તે માટે કોર્પોરેશન દ્વારા ફરીથી પ્રયાસ કરવામાં આવ્યા છે. થોડા વર્ષ પહેલા આ દરવાજાને રંગ રોગાન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ ગેઇટ આકર્ષક બન્યો હતો.


જામનગર મહાપાલિકાની પ્રોજેકટ પ્લાનીંગ શાખા દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે સરકારે પાસ કર્યો છે, આગામી દિવસોમાં તળાવ, પેરીફેરી પર આવેલ તમામ ઝરૂખા અને ખંભાળીયા દરવાજાને સ્ટ્રેન્ધનીંગ અને રિકોટીંગ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવશે. 


જામનગરની આગવી ઓળખ છે, અહીંનું રણમલ તળાવ પણ રૂ.૪૫ કરોડના ખર્ચે બનાવાયું છે, ઉપરાંત રણજીતસાગર ઉદ્યાન, એમ્યુઝમેન્ટ પાર્ક, ઝાંસીની રાણી સ્ટેચ્યુ, તળાવની પાળના બગીચાઓ અને હવે ગુજરાતમાં લાંબામાં લાંબો ફલાય ઓવરબ્રિજ પણ જામનગર શહેરમાં બની રહ્યો છે, ૧૯૦૭ની સાલમાં ગ્રેઇન માર્કેટ પાસે આવેલા ત્રણ દરવાજાનું કામ જામ રણજીતસિંહજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મહાપાલિકા દ્વારા એકાદ-બે વખત કલર કામ પણ થયું હતું, ખાસ કરીને ઐતિહાસિક વારસો પહેલાની જેમ જળવાય રહે તે માટે મહાપાલિકાએ સતત પ્રયાસો કર્યા છે, ભુજીયા કોઠાનું કામ પણ લગભગ પૂર્ણ થઇ ગયું છે, પેટ્રોલ પંપ અને બાજુની દુકાન કાનુની વિવાદને કારણે આ કામમાં થોડો વિલંબ થયો છે પરંતુ હવે મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને હવે ત્રણ દરવાજાનું કામ શરૂ થઇ ગયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application