ઋષભ પંતના સ્થાને હવે મેદાનમાં દેખાશે આ ખેલાડી, BCCIએ કરી સત્તાવાર જાહેરાત

  • January 03, 2023 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસ પહેલા રૂષભ પંતનો ગંભીર કાર અકસ્માત થયો ત્યારથી સવાલ હતો કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં કયા વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવશે. હવે BCCI તરફથી આ બાબતે સત્તાવાર જવાબ આવ્યો છે. બીસીસીઆઈએ ટેસ્ટ ટીમના બેકઅપ વિકેટકીપર કેએસ ભરતને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે અને કેએસ ભરતના બેકઅપ તરીકે ઈશાન કિશનને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરશે.


ગંભીર અકસ્માત બાદ પંત માટે જલ્દી મેદાનમાં પરત ફરવું શક્ય નથી. આવી સ્થિતિમાં KS ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં રૂષભ પંતની જવાબદારી સંભાળતો જોવા મળશે. તેઓ લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાં બેકઅપ વિકેટકીપર તરીકે છે. તે આંધ્ર પ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. રિદ્ધિમાન સાહા પછી, ભરત ભારતીય ટેસ્ટ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે હાજર છે.


ઈશાન કિશન આ દિવસોમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તેણે 2022ના અંતમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ODI સિરીઝમાં બેવડી સદી ફટકારી હતી. ઈશાન આ દિવસોમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે. ઈશાને અત્યાર સુધી રણજીમાં 2 મેચની ચાર ઈનિંગમાં 180 રન બનાવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, કેએસ ભરતે અત્યાર સુધી 84 ફર્સ્ટ ક્લાસ મેચોની 132 ઇનિંગ્સમાં 37.46ની એવરેજથી 4533 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 25 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો હાઈ સ્કોર 308 રન રહ્યો છે. આ સિવાય તેણે 64 લિસ્ટ-એ મેચો પણ રમી છે જેમાં તેણે 33.62ની એવરેજથી 1950 રન બનાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application