141 વર્ષથી બની રહ્યું છે આ ચર્ચ, હજુ પણ પૂરું નથી થયું કામ !

  • January 29, 2024 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાગ્રાડા ફેમિલિયા, જેને બેસિલિકા આઇ ટેમ્પલ એક્સપિયાટોરી ડે લા સગ્રાડા ફેમિલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બાર્સેલોના, સ્પેનમાં એક રોમન કેથોલિક ચર્ચ છે.  જાણીને નવાઈ લાગશે કે આ ચર્ચ ૧૪૧ વર્ષથી નિર્માણાધીન છે, છતાં તેનું કામ પૂર્ણ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ૨૦૨૬ અથવા ૨૦૩૨ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ વિશ્વમાં નિર્માણાધીન સૌથી મોટું કેથોલિક ચર્ચ છે. હવે વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આખી ઈમારતની ઝલક જોવા મળી રહી છે.

આ ચર્ચનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે આ ઈમારત પૂર્ણ થઈ જશે તો કંઈક આ પ્રકારનું દેખાશે. આ ચર્ચ સ્પેનના એક્સમ્પલ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે.

આ ચર્ચનું નિર્માણ ૧૮ માર્ચ, ૧૮૮૨ ના રોજ શરૂ થયું હતું, જેનું નિર્માણ ઘણા કારણોસર હજુ સુધી પૂર્ણ થયું નથી. જો કે, જ્યારે પૂર્ણ થશે, ત્યારે તે યુરોપની સૌથી ઊંચી ધાર્મિક ઇમારત હશે. ચર્ચની ડિઝાઇન એન્ટોની ગૌડી  દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેની ડિઝાઇન પાછળથી બદલવામાં આવી હતી. આ ચર્ચ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ છે.

સાગ્રાડા ફેમિલિયા માટે ડિઝાઇન ફેરફારો, ભંડોળના પડકારો, બાહ્ય ઘટનાઓ, સ્પેનિશ સિવિલ વોર અને કોરોના રોગચાળો એ કેટલાક કારણો છે કે શા માટે આ ચર્ચ હજુ સુધી બનાવવામાં આવ્યું નથી. હવે દાન અને ટિકિટ ફીમાંથી મળેલા પૈસાથી ચર્ચ બનાવવામાં આવી રહ્યું છે.

અધૂરું હોવા છતાં, તે હજી પણ દરેક ખૂણેથી ભવ્ય લાગે છે. તેને સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. તે બાર્સેલોનાના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે અને સ્પેનમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલી સાઇટ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News