માધવ બાગ વિસ્તારમાં દબાણ હટાવાતા પતિનો આત્મવિલોપનનો પ્રયાસ

  • July 05, 2023 11:14 AM 

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટની ટીમે અવાર-નવાર ફરિયાદો બાદ આર્ય સમાજ રોડ પર એક દુકાનના પતરાં હટાવવા કામગીરી કરતાં દંપત્તિએ વિરોધ કર્યો હતો જેમાં પતિએ તો કેરોસીન છાંટી, થોડું કેરોસીન પી લીધું હતું જ્યારે પત્નીએ રસ્તા પર સૂઈ જઈને વિરોધ કર્યો હતો. તાત્કાલિક અસરથી ૧૦૮ને બોલાવીને પતિને જીજી હૉસ્પિટલમાં લઈ જવાયા હતાં અને પોલીસ બોલાવવામાં આવી હતી.


આર્ય સમાજ રોડ પર આવેલાં માધવબાગ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર ઉભાં કરાયેલાં પતરા હટાવવા ઍસ્ટેટનો સ્ટાફ પહોંચ્યો હતો અને દબાણ હટાવવાની કામગીરી કરતાં જ વૃજલાલ તારપરા અને તેમના પત્નીએ ઉગ્ર વિરોધ કરીને દેકારો બોલાવ્યો હતો. ત્યારબાદ કેરોસીન જેવું પ્રવાહી પી લીધું હતું અને શરીર પર પણ છાંટ્યું હતું. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને બોલાવતાં પોલીસે લોકોને વિખેર્યા હતાં.

​​​​​​​
એ દરમિયાન વૃજલાલને જીજી હૉસ્પિટલમાં ૧૦૮ મારફત લઈ જવાયો હતો, પરંતુ પત્ની રસ્તા ઉપર સૂઈ જતાં તેને હટાવવામાં આવી હતી. એસ્ટેટના નીતિન દિક્ષિત અને મહાવીરસિંહે સ્વૈચ્છાએ દબાણ હટાવવા બે દી’નો સમય આપ્યો છે. અગાઉ આખરી નોટિસ આપવા છતાં પણ આ દબાણ દૂર નહીં કરાતાં આખરે આ કામગીરી કરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application