આમ તો વજન વધારે હોવું એ કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય નથી કેમ કે મેદસ્વીપણું ઘણી બીમારીઓને જન્મ આપે છે. ડોક્ટર પણ દરેકને વજન ઘટાડવા માટે સલાહ આપે છે પરંતુ કેનેડાની રહેવાસી જેલિન ચૈને પોતાના મોટાપાને જ કમાણીનું સાધન બનાવી દીધુ છે. તે આના દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે.
જેલિનનું વજન એટલુ છે કે વિમાનની એક સીટમાં સમાઈ શકતી નથી. ગત દિવસોમાં જેલિનને વિમાન કંપનીઓને માંગણી કરી કે સ્થૂળ લોકો માટે ફ્રી સીટની વ્યવસ્થા કરો જેથી તેઓ આરામથી મુસાફરી કરી શકે. હવે તેણે એ ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે કે મોટાપાને કારણે તે દર મહિને લાખોની કમાણી કરી રહી છે. તેણે તેની રીત પણ જણાવી છે.
અહેવાલ મુજબ કેનેડાના વેનકુવરમાં રહેતી જેલિન ચૈને એક ઈન્ફ્લૂએન્સર છે અને ટ્રાવેલ-લાઈફસ્ટાઈલ જેવા મુદ્દા પર લોકોને જાણકારી આપે છે. સોશિયલ મીડિયા સાઈટ ટિકટોક પર તેના ૧૩૪,૦૦૦ ફોલોઅર્સ છે. તાજેતરમાં જ તેણે ખુલાસો કર્યો કે મોટાપાના કારણે તેણીને ગૂગલ, મેકડોનાલ્ડસ, આફ્ટરપે, પોશમાર્ક અને હિલ્ટન હોટલ્સ સાથે ઘણી ડીલ મળી છે.
આ બ્રાન્ડ્સ દ્વારા તેમને ખૂબ પૈસા મળી રહ્યા છે. એટલુ જ નહીં, ટિકટોક પર પોતાના વીડિયો દ્વારા તે હજારો ડોલર દર મહિને કમાઈ રહી છે. હવે જેલીની પાસે એટલા રૂપિયા છે કે તે વિમાનની ઘણી સીટો બુક શકે છે. જેલિન ચૈને લોકોને જણાવે છે કે તેને સ્થૂળ હોવાના કારણે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application105 વર્ષીના બાએ મેળવી માસ્ટર ડિગ્રી, 80 વર્ષ પહેલા છોડ્યો હતો અભ્યાસ
June 23, 2024 11:51 PMપ્લાસ્ટિકની ઢીંગલીના પ્રેમમાં પાગલ થયો યુવક, પોતાના જીવની જેમ કરે છે દેખરેખ !
June 23, 2024 11:49 PM52 વર્ષીય રિક્ષાચાલકની અઢળક મહિલા મિત્ર, એક ડઝનથી વધુ ગર્લફ્રેન્ડ !
June 23, 2024 11:48 PMચીનમાં ભારે વરસાદની ચેતવણી, ઈમરજન્સી મોડ પર આવી એજન્સીઓ
June 23, 2024 10:45 PMSonakshi-Zaheer Wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કરી લીધા લગ્ન, પ્રથમ તસવીર આવી સામે
June 23, 2024 10:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech