પ્લાસ્ટિકની ઢીંગલીના પ્રેમમાં પાગલ થયો યુવક, પોતાના જીવની જેમ કરે છે દેખરેખ !

  • June 23, 2024 11:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમાન્ય રીતે બ્રેકઅપ થાય તો દિલ તૂટી જાય છે, અને થોડા દિવસો બાદ જે તે વ્યક્તિ સામાન્ય થઇ જાય છે. પણ એક ચોંકાવનારો કિશોર સામે આવ્યો છે જેમાં એક યુવક બ્રેકઅપ પ્લાસ્ટિકની ઢીંગલીના પ્રેમમાં પડ્યો છે અને પ્રેમ પણ એવો કે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ ઢીંગલીને પોતાની સાથે લઈ જાય છે. 


આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવક બાઈક ચલાવી રહ્યો છે જ્યારે તેને ઢીંગલીને પોતાની પાછળ બેસાડી છે. આ મામલો બંગાળના મુર્શિદાબાદનો છે. એક છોકરો બ્રેકઅપ પછી સિંગલ રહેવાથી કંટાળી ગયો હતો. તેની સાથે અગાઉ પણ છેતરપિંડી થઈ હતી તેથી આ વખતે તે જોખમ પણ લેવા માંગતો ન હતો. તેથી તેણે એક નવી યુક્તિ શોધી કાઢી. તેને પ્લાસ્ટિકની ઢીંગલી પસંદ હતી. તેણે ઢીંગલીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી અને તેનું નામ પિંકી રાખ્યું હોવાનું કહેવાય છે.


છોકરાનું નામ વિદ્યુત મંડલ છે. છેલ્લા 6 મહિનાથી તે ઢીંગલીને આ રીતે બાઇકની પાછળ બેસાડી રહ્યો છે. લોકોએ તેની સામે અનેકવાર પ્રશ્નો ઉભા કર્યા. પરંતુ તેને કોઈ સમસ્યા ન હતી. લોકો શું વિચારશે તેની તેણે અવગણના કરી. 


થોડા સમય પહેલા કોલંબિયાના એક વ્યક્તિએ પણ ઢીંગલી સાથે લગ્ન કર્યા હતા. આટલું જ નહીં, તેણે લગ્ન પછી પ્લાસ્ટિકના બાળકો પણ રાખ્યા અને પોતાનો પરિવાર સંપૂર્ણ માની લીધો. જે લોકો લગ્ન કરે છે અને જેઓ નથી કરતા તેમના વિશે ઘણી વાર ઘણી વાર્તાઓ પ્રકાશમાં આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એટલી અજીબ હોય છે કે લોકો ઈચ્છે તો પણ તેને ભૂલી શકતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News