ગરીબ પરિવારના તમિલે વડાપ્રધાન બનવું જોઈએ : અમિત શાહનું ચોંકાવનારૂ નિવેદન

  • June 12, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચેન્નઈમાં થયેલી બેઠકમાં કરી મોટી વાત : ડી.એમ.કે.એ મુપનાર અને કામરાજને વડાપ્રધાન બનવા દીધા ન હતા




દક્ષિણનાં રાજ્યોમાં સતત મળતી હાર બાદ ભાજપનાં નેતા અને દેશનાં ગૃહમંત્રી અમિત શાહે ચેન્નઈમાં મોટો રાજનૈતિક દાવ ખેલ્યો છે. સૂત્રો અનુસાર દક્ષિણ ચેન્નઈમાં ભાજપનાં પદાધિકારીઓ સાથે બંધ બારણે થયેલી બેઠકમાં અમિત શાહે કહ્યું કે આપણે તમિલનાડુથી સંભવત: 2 પ્રધાનમંત્રીઓ કામરાજ અને મૂપનારનો ચાન્સ ગુમાવી બેઠાં . તેમનાં PM ન બની શકવા પાછળ DMK જવાબદાર છે.




કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે કોઈ ગરીબ પરિવારનાં તમિલે ભારતનાં પ્રધાનમંત્રી બનવું જોઈએ. પાર્ટીનાં સૂત્રો એ આ અંગે માહિતી આપી છે. DMK અને કરુણાનિધિ પર કટાક્ષ કરતાં શાહે કહ્યું કે તમિલનાડુનાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા જેવા કે કામરાજ અને મૂપનારમાં પ્રધાનમંત્રી બનવાની ક્ષમતા હતી પરંતુ કરુણાનિધિએ તેમની આ શક્યતાઓ પણ વિફળ કરી દીધી હતી.




અમિત શાહની તરફથી તમિલ પ્રધાનમંત્રીની માંગને DMKનાં વિરોધમાં એક રાજનૈતિક પગલું માનવામાં આવી રહ્યું છે.DMKએ કહ્યું છે કે તે તમિલનાડુની તમામ 39 લોકસભા સીટ અને પુડ્ડુચેરીને એકમાત્ર સીટ જીતી જશે. 'તમિલ પ્રધાનમંત્રી'વાળી શાહની ટિપ્પણી થકી ભાજપ તમિલનાડુ પહોંચવાની તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.



તમિલ વડાપ્રધાનની માંગને અમિત શાહ દ્વારા ડીએસકેને ઘેરી લેવાના પગલા તરીકે જોવામાં આવે છે, જેણે કહ્યું છે કે તે તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો અને પુડુચેરીમાં એકમાત્ર જીતશે. શાહની 'તમિલ પ્રાઇમ મિનિસ્ટર' ટિપ્પણીને તમિલનાડુ સુધી ભાજપની પહોંચ માટે પૃષ્ઠભૂમિ સેટ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તિરુવદુથુરાઇ અધાનમનું સેંગોલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે નવી સંસદની ઇમારતની અંદર સ્થાપિત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application