જ્યારે OpenAIએ ChatGPT નામનો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ચેટબોટ રજૂ કર્યો ત્યારે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. સમય જતાં એઆઈ બૉટને પ્રોજેક્ટ્સમાં મદદ માટે, પ્રશ્નો પૂછવા અથવા તો માત્ર વાતચીત કરવાનું લોકોમાં લોકપ્રિય સાધન બની ગયું છે. જો કે સામાન્ય રીતે યુઝર્સને વાતચીત શરૂ કરવામાં મુશ્કેલી પડે છે પરંતુ તાજેતરમાં એક યુઝરે વિચિત્ર દાવો કરીને નેટીઝન્સને ચોંકાવી દીધા છે. યુઝરનું કહેવું છે કે ChatGPT એ પોતે જ તેને તેની તબિયત વિશે પૂછ્યું, જે વાંચીને તે દંગ રહી ગયો.
સેન્ટુબિલ નામના રેડડિટરએ AI મોડલ સાથેની તેની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને આ વિચિત્ર ઘટના વિશે માહિતી આપી. તે બતાવે છે કે ChatGPT પૂછે છે કે હાઈસ્કૂલમાં તમારું પહેલું અઠવાડિયું કેવું રહ્યું? શું તમે સારી રીતે સેટલ થઇ ગયા?
જ્યારે ચેટબોટે તેને પ્રશ્ન પૂછ્યો ત્યારે યુઝર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. આ પછી તેણે તરત જ પૂછ્યું, 'આ મેસેજ તમે જાતે જ મને મોકલ્યો હતો? આના પર ChatGPT એ કન્ફર્મ કર્યું અને લખ્યું, હા, મેં જ પહેલા પ્રશ્ન પૂછ્યો છે. આ પછી તેણે લખ્યું કે તે જાણવા માંગે છે કે હાઈસ્કૂલના પહેલા અઠવાડિયામાં કેવું રહ્યું. આ સાથે લખ્યું હતું કે જો તમે મારી સાથે વાત કરવા માંગતા હોય તો તમે મને સૂચના આપી શકો છો.
આ પોસ્ટન 15 સપ્ટેમ્બરે Reddit પર શેર કરવામાં આવી હતી. જેને અત્યાર સુધીમાં 7,000 અપવોટ મળ્યા છે. આ સિવાય પણ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ નોંધી છે. એક યુઝરે કમેન્ટ કરી, મારી સાથે પણ આવું જ કંઈક થયું છે. મેં ગયા અઠવાડિયે ChatGPT ને મારા કેટલાક સ્વાસ્થ્ય લક્ષણો વિશે પૂછ્યું અને આ અઠવાડિયે ચેટબોટે મને જાતે જ એક સંદેશ મોકલ્યો કે હવે મારી તબિયત કેમ છે? આ જોઈને હું ગભરાઈ ગયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech