ખંભાળિયાના આસોટા ગામે એકાએક પવનચક્કી ધરાશાયી

  • July 17, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે શનિવારે બપોરે એક પવનચક્કીના પાંખીયા ધડાકા સાથે તૂટી અને નીચે પડતા તેમાં આગ લાગી હતી. જેના કારણે થોડો સમય નાશભાગ તથા ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.


આ પ્રકરણ અંગે સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળકાય પવનચક્કીઓ કાર્યરત છે. ત્યારે ખંભાળિયા નજીક આવેલા તાલુકાના નાના આસોટા ગામે શનિવારે કોઈ કારણોસર એક પવનચક્કીના પાંખિયા ઉપરથી ધડાકાભેર પટકાઈ પડતા થોડી જ વારમાં જમીનદોસ્ત થયેલા આ વિશાળ પાંખિયામાં આગ લાગી ગઈ હતી. આ આગના કારણે કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

​​​​​​​આ બનાવ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ થોડો સમય આ વિસ્તારના રહીશોમાં ભય સાથે નાશભાગ મચી જવા પામી હતી. આ ઘટનાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application