જામનગર શહેર બાદ દરેડ અને મસીતીયા વિસ્તારમાં “સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ” દરમિયાન જામનગર પોલીસની સઘન કાર્યવાહી
જામનગર જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં “સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ” હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ચૌધરી, પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી. અને પંચ બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા દરેડ અને મસીતિયા વિસ્તારોમાં સઘન કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન એમ.વી. એક્ટ કલમ ૨૦૭ હેઠળ ૧૦ ડિટેઇન કેસો કરવામાં આવ્યા હતા, તેમજ એમ.વી. એક્ટ હેઠળ ૧૮ એન.સી. કેસો નોંધાયા હતા, ઉપરાંત ૨ પ્રોહિબિશન કેસો કરવામાં આવ્યા હતા, અને પ્રોહિબિશન હેઠળ ૧૦ નીલ રેઇડ હાથ ધરવામાં આવી હતી, જ્યારે ૧૫ બુટલેગરનાં રહેઠાણોની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ૫ ટપોરીઓની ચકાસણી, ૩ હિસ્ટ્રીશીટરોની તપાસ તથા ૪ એમ.સી.આર. ચેકિંગ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી એલ.સી.બી., એસ.ઓ.જી. અને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સંકલિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવા કોમ્બીંગ ડ્રાઇવ ચાલુ રાખીને કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.