BREAKING NEWS

જામનગરમાં સ્વ. નર્મદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ઇવેન્ટ દ્વારા પ્રાયોજિત આઇકોનીક 2026 સન્માનિત એવોર્ડથી બહેનોને સન્માનિત કરાયા

  • March 23, 2026 11:40 AM 

સ્વ. નર્મદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ઇવેન્ટ દ્વારા પ્રાયોજિત આઇકોનીક 2026 સન્માનિત એવોર્ડથી બહેનોને સન્માનિત કરાયા

જામનગરમાં સ્વ. નર્મદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ઇવેન્ટ દ્વારા પ્રાયોજિત iconic awrad 2026 સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં 30 જેટલા એવોર્ડ બાળ યુવા તથા બહેનોને માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના મોરચામાં વરણી થયેલ પ્રમુખ મહામંત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનમાં પ્રસિદ્ધ કથાકાર અજયભાઈ શાસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી મૃગેશભાઈ દવે, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબેન અગ્રાવત, મહામંત્રી અવનીબેન, તેમજ પૂર્વ કોર્પોરેટર  ડિમ્પલબેન રાવલ, જાણીતા એસ્ટ્રોલોજર જયંતભાઈ જોશી, મહાવીર બાંધણીના પરિમલભાઈ, રાજુભાઈ ઝવેરી, ભાવસાર સમાજના પ્રમુખ અરવિંદભાઈ રૂપાપરા, વિશ્વકર્મા સમાજના દિલીપ મામા. વીરુભાઈ દોશી કનૈયા ડાંડીયા ક્લાસના નાનકભાઈ ત્રિવેદી, સ્વ. નર્મદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી આરતીબેન મલસાતર અને બીનાબેન રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા.

અને સર્વે આમંત્રિત મહેમાનોને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે ભોજન સમારંભ ગોઠવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News