BREAKING NEWS

જામનગર: એક્યુપ્રેસર સુજોક તથા મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય ફ્રી કેમ્પ 

  • June 24, 2026 05:09 PM 

જામનગર: એક્યુપ્રેસર સુજોક તથા મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય ફ્રી કેમ્પ 

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો- ઓપરેટીવ સોસાયટી લી. જામનગર દ્વારા સોસાયટીની હેડ ઓફીસ “વિવેકાનંદ ભવન”​​​​​​​ ઉત્સવ પાર્ક, પ્લોટ નં.૪-૧૪-૧૫, હરિયા કોલેજ આગળ, ઇન્દિરા ગાંધી માર્ગ ખાતે એક્યુપ્રેસર સુજોક તથા મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય ફ્રી કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે. સૌ કોઈ જાણે છે કે સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો – ઓપરેટીવ  સોસાયટી હમેશા સમાજસેવાના કાર્યોમાં અગ્રેસર રહી છે.

સોસાયટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું અવાર નવાર આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં ચીકનગુનિયા, જુના સાંધાના દુખાવા, કમર દર્દ, પેટના રોગો, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળું, અને દરેક બીમારીઓનો નિદાન વગર દવાએ (હાથ અને પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. 

આજે કેમ્પની શરૂઆત કરતા પહેલા સોસાયટીના ચેરમેન દિનેશભાઈ એમ. ડાંગરિયા, મેનેજીંગ ડીરેક્ટર રમેશભાઈ એચ. પણસારા, તથા ડીરેક્ટર મગનભાઈ સી. ચાંગાણી, ભાણજીભાઈ એમ. પાંભર, રમેશભાઈ આર. ગોરસિયા, કરશનભાઈ જી. ટીંબડીયા, પરેશભાઈ વી. કથીરિયા, મેઘજીભાઈ જી. પટોળીયા, તુલશીભાઈ વી.મુંગરા, વિપુલાબેન, આર. વિરાણી, રમાબેન એસ. ચાંગાણી,  ડૉ, સુમનકુમાર, ડૉ, વિક્રમસિંહ, તથા કુલદીપસિહ તેમજ કર્મચારીઓ દ્વારા આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી વાતાવરણને દિવ્યમય બનાવ્યું હતું.         

કેમ્પ તારીખ – ૨૩-૦૬-૨૦૨૬ મંગળવાર થી ૨૭-૦૬-૨૦૨૬ શનિવાર સુધી રહેશે. સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. 

આ કેમ્પમાં ડૉ. રામમનોહર લોહિયા એક્યુપ્રેસર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડૉ. સુમનકુમાર, ડૉ. વિક્રમસિંહ, તથા કુલદીપસિંહ સેવા આપશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application