જામનગર: એઆઇની મદદથી વીડીયો બનાવી-ખંડણી માંગવાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ
જામનગરમાં સ્મિત જેન્તીભાઈ પરમાર દ્વારા સાઈબર ક્રાઈમ પો. સ્ટે. માં બી. એન. એસ. કલમ તથા આઈ.ટી. એકટ કલમ મુજબ આ કામના આરોપીઓ વિરૂધ્ધ એવી ફરીયાદ કરેલ કે ફરીયાદીના મિત્ર મહેશ વિનોદભાઈ કણજારીયાએ વાત કરેલ કે પરસોતમ મહેન્દ્રભાઈ પરમાર વાત કરતો હતો કે કાલે સ્મિત જેન્તીલાલ પરમારની પણ વિશાલ કણસાગરાની ફેસબુક આઈ.ડી. ઉપર બનાવટી સ્ટોરી આવવાની છે બીજા દિવસે આ કામના ફરીયાદી પોતાની ઓફીસે સોસયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર રીલ્સ જોતા હતા તે દરમ્યાન વિશાલ કણસાગરા ફેસબુક આઈ.ડી. ઉપર કરો તૈયારી મામેરાની રાજ ક્ધટ્રકશન સ્મિત જેન્તીલાલ પરમાર, નિતીન જેન્તીલાલ પરમાર એવી પોષ્ટ જોવામાં આવેલ જેથી ફરીયાદીએ પોતાના મોટા ભાઈ નિતીનભાઈને ટેલિફોનીક વાતચીત કરેલ કે એકાદ કલાક પહેલા વિશાલ કણસાગરા નામની ફેસબુક આઈ.ડી. ઉપર એ.આઈ. એડીટીંગ કરેલ ZONE CHANGE SCAM COMING SOON એવું લખાણ લખેલ અને રૂપિયા અને બિલ્ડીંગોના ચિત્રોવાળી સ્ટોરી પોસ્ટ કરેલ.
જેથી આ અંગે વાયાવાયા પરસોતમભાઈને વાત કરેલ પરસોતમભાઈએ કહેલ કે આ બધુ પતાવુ હોય તો હું વિશાલ કણસાગરા નામના આઈ.ડી. ધારકને ઓળખ છ ત્યારબાદ કોન્ફરન્સ કોલમાં આ ફેસબુક આઈ.ડી. વિશાલ કણસાગરા સાથે વાતચીત થતા તેને જણાવેલ કે આ મારો ધંધો છે ૫૦ લાખ રૂપિયા આપવા પડશે જેથી ફરીયાદીએ જણાવેલ કે આ બહુ મોટી રકમ છે જેથી રકજકને અંતે ૨૩ લાખ રૂપિયા જુનાગઢ ખાતે મોકલવાનું જણાવેલ ત્યારબાદ ફરીયાદીને પણ ફેસબુકમાં ફોન આવેલો અને કહેલ કે તમારા કાળા કોભાંડનો કાચોચીઠો મારી પાસે આવી ગયેલ છે લેન્ડ ગ્રેબીંગના ગુનામાં ફીટ ન થાવુ હોય તો ૨૩ લાખ જુનાગઢ મોકલી આપો ત્યારબાદ આ કામના ફરીયાદીએ સાયબર પો. સ્ટે. માં જઈ અને આ કામના આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી.
આ કામના ગુનામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ હોવાનું બહાર આવેલ અને તે બધા વિરૂધ્ધ પણ ઉપરોકત કલમ અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી અને આ કામના આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરાની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને ત્યારબાદ ચાર્જશીટ થઈ જતાં આ કામના આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરાએ જામનગરની સેશન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફત જામીન મુકત થવાની અરજી દાખલ કરી રજુઆત કરેલ તેની સામે સરકાર તરફે વકીલ હાજર થઈ દલીલ કરેલ, તમામ દલીલો ધ્યાને લઈ સેશન્સ જજ વી. પી. અગ્રવાલએ આરોપીની જામીન અરજી ફગાવેલ છે. આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતાં.