જીવલેણ હુમલો પ્રકરણમાં મેર શખ્સને જામીન મુકત કરતી સેશન્સ કોર્ટ

  • March 17, 2023 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કામના ફરીયાદી જીતુભા વકતાજી જાડેજા તે મતલબની ફરીયાદ આપેલ કે આરોપી મુકેશ વિજય થાપલીયાના ઘર પાસે આવેલ પાનની કેબીને મસાલો ખાવા જતા ત્યાં પાનનીકેબીન બંધ હોય જેથી ત્યાં આરોપી પાસે મસાલો માંગતા આરોપી ઉશ્કેરાઇ જતા ફરીયાદી પર લોખંડનો પાઇપથી એક ઘા માથામં મારેલ તથાતેમના મિત્ર નેપાળી શખ્સએ છરીનો ઘા માથાનાભાગે મારેલ બએ બીજા નેપાળી શખ્સએ તલવારથી એક ઘા માથામાં મારેલ અને મુકેશ થાપલીયાએ એક ઘા મારા પગમાં મારી ભુંડા ગાળો બોલી ઢીકાપાટુનો માર મારવા લાગેલ જાનથીમારીનાખવાની ધમકી આપેલ હોયત બાબતનીફરીયાદ આપતા આરોપી પર જમનગર સીટી સી ડીવી. પો.સ્ટે.માં આરોપી સામે આઇ.પી.સી. કલમ મુજબ ગુનો નોંધાવેલ જે અનુસંધાને તપાસનીશ અધિકારીએ આરોપીઓની આ ગુનાના કામે ધરપકડ કરેલ.


જેમાં આરોપી મુકેશ વિજય થાપલીયાએ તેમના વકીલ મિલન એસ. કનખરા મારફત જામનગરની સેસન્સ અદાલતમાં જામીન અરજી કરેલ જેમાં  એવી રજુઆત થયેલ કેઆરોપીસરામમે ૩૦૭ મુજબનો કોઇ પ્રથમ દર્શનીય કેસ બનતો નથીતેમજ ઇજા પામનારને કોઇ ગંભીર ઇજા થયેલ નથી તપાસ કરનારના સોગંદનામામાં અને ફરીયાદમાં સ્પષ્ટ જણાવે છે કેઓપીડી સારવાર કરાવી ફરીયાદ કરવા ગયેલ છે અને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે તથા ફરીયાદીના વિશેષ નિવેદનમાં હાલના અરજદારની બનાવ સમયે હાજરી પ્રસ્થાપિત થતી ન હોય અનેઆરોપી જામનગરના જ કાયમી રહેવાસી છે નાસી ભાગી જવાનો કોઇ પ્રશ્ર્ન નથી તથા આરોપીખુદ લીવરની ગંભીર બીમારીથી પીડાઇ છે.


જેમાં ગુ.હાઇકોર્ટ અનેસુપ્રીમ કોર્ટના અલગ અલગ જજમેન્ટ રજુ કરી જણાવેલ કે ઇજા પામનારને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરી આપવામાં આવેલ હોય તો આરોપીને જામીન મુકિતનો લાભ મળવો જોઇએ આરોપીને જામીન મુકત કરવા અરજ કરેલ. ઉભયપક્ષોની રજુઆતો ઘ્યાને લઇ જામનગરના ન્યાયાધીશ એ.એસ.વ્યાસએ આરોપીમુકેશ વિજય થાપલીયાને રૂ. ૨૫૦૦૦ ના જામીન પર મુકત કરવા હુકમ કરેલ. આ કેસમાં આરોપી તરફે વકીલ મીલન એસ. કનખરા રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application