નવી શિક્ષણ નીતિના અમલ પૂર્વે શાળા સંચાલકો અને શિક્ષકોને ટ્રેનિંગ અપાશે

  • June 19, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડમી સ્કૂલ,રાઈટ ટુ એયુકેશન, હાઇકોર્ટમાં ચાલી રહેલો ફી પ્રશ્ન સહિત અનેક મુદ્દાઓ સંચાલકો માટે પડકારજનક: પ્રમુખપદે ફરી ડી.વી. મહેતા, મહામંત્રી તરીકે પરિમલ પરડવા અને પુષ્કર રાવલ, ઉપપ્રમુખપદે વડોદરિયા,કાનગડ અને આ વર્ષે સુદીપ મહેતાની નિયુકિત




રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જીલ્લાની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ તરીકે ફરી ડી. વી. મહેતા અને તેમની ટીમની સર્વાનુમતે વરણી થઈ છે.જેમાં મહામંત્રી પદે પરિમલ પરડવા અને પુષ્કર રાવલ યથાવત,ઉપપ્રમુખ પદે ડી. કે. વડોદરીયા, અવધેશ કાનગડ તેમજ આ વર્ષથી સુદિપ મહેતાની વરણી કરાઈ છે.





તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં ૪૦૦ થી વધુ સંચાલકો, ૧૦,૦૦૦ વધુ શિક્ષકો અને ૧, ૫૦,૦૦૦ જેટલા વિધાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની આ વાર્ષીક મીટીંગમાં ૩૦૦ થી વધારે સંચાલકોની હાજરીમાં ગત વર્ષની પ્રવૃતિઓનું સરવૈયુ, નવા હોદ્દેદારોની વરણી, ચાલુ વર્ષ દરમિયાન કરવાની પ્રવૃતિઓની વિચારણા અને મંડળ દ્રારા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન અને ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી.





આ સભામાં સર્વાનુમતે ફરી પ્રમુખ તરીકે ડી. વી. મહેતા અને તેમની ટીમની વરણી કરવામાં આવી હતી. મહામંત્રી પદે પરિમલ પરડવા, અને પુષ્કર રાવલ યથાવત રહ્યા હતા. જયારે ઉપપ્રમુખ પદે ડી. કે. વડોદરીયા, અવધેશ કાનગડ યથાવત રહ્યા હતા તેમજ આ વર્ષથી સુદિપ મહેતાની વરણી કરવામાં આવી હતી. રાજકોટ શહેરના ૬ ઝોન જેમાં કોઠારીયા, મવડી, બેડિપરા, કાલાવાડ રોડ, જામનગર રોડ, ગાંધીગ્રામ, તેમજ ત્રણ તાલુકા મથકો જસદણ, ગોંડલ અને પડધરીના ઉપપ્રમુખોની પણ નિયુકિત કરવામાં આવેલી. આ ઉપરાંત રાજકોટ જીલ્લા સંચાલક મંડળની કોર કમીટીમાં વિપુલભાઇ પાનેલીયા તેમજ ગોંડલના સંદીપભાઇ ચોટાલાનો સમાવેશ કરવામાં આવેલો.




કાલાવાડ રોડ ઝોન ઉપપ્રમુખ તરીકે અજયભાઇ રાજાણી, કોઠારીયા ઝોનમાં પ્રવિણભાઇ ગોંડલીયા, બેડીપરા ઝોનના ઉપપ્રમુખ રામભાઇ ગરૈયા, મવડી ઝોન ઉપપ્રમુખ રાજકુમાર ઉપાધ્યાય, જામનગર રોડ ઝોન ઉપપ્રમુખ વિનુભાઇ લોખીલ, ગાંધીગ્રામ ઝોન ઉપપ્રમુખ રાણાભાઇ ગોજીયા, જસદણ તાલુકા ઉપપ્રમુખ ભાવેશ પટેલ તેમજ મહામંત્રી તરીકે હિતેષભાઇ પટેલ, ગોંડલ ઝોન ઉપપ્રમુખ દિવ્યેશભાઇ ઘોણીયા, પડધરી ઝોન ઉપપ્રમુખ કુલદિપભાઇ મકાણીની ઝોન ઉપપ્રમુખ તરીકે વરણી થયેલી જયારે બાકીના હોદેદારો યથાવત રહ્યા હતા.





ધોરણ ૬, ૭ અને ૮ ના વિધાર્થીઓ માટે રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વોકેશનલ ટ્રેનીંગ આપવાનો શિક્ષણ ક્ષેત્ર દ્રારા આગ્રહ રાખવામાં આવે છે. જેના ભાગ પે ગાર્ડી વિધાપીઠના પ્રોફેશનલ કોર્ષ જેમાં એન્જીનિયરીગ, એમબીએ, એમસીએ, આયુર્વેદ, હોમિયોપેથી, નસગ જેવા જુદા–જુદા કોર્ષના નિષ્ણાતો દ્રારા ૧૬ પ્રકારના વોકેશનલ ટ્રેનીંગના મોડુઅલ તૈયાર કરવામાં આવેલ છે. જેનો લાભ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શાળાઓના ધો.૬ થી ૮ ના વિધાર્થીઓને પ્રા થશે.





બ્લ્ડ ગ્રુપીંગ અને બ્લ્ડ ડોનેશન કેમ્પ: ધો. ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓ માટે બ્લડ ગ્રુપીંગ કેમ્પનું આયોજન કરાશે. જેથી કરીને સમાજમાં નવા બલ્ડ ડોનર્સનો ડેટા તૈયાર થશે.નવી રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે વર્કશોપના અયોજન થશે.





આ સાધારણ સભામાં સ્વનિર્ભર શાળાના એક સંચાલક સભ્ય શ્રી મુકેશભાઇ દોશીની રાજકોટ શહેર ભાજપાના નવનિયુકત શહેર પ્રમુખ તરીકે વરણી થઈ તે બદલ તેમનું તથા જસદણ તાલુકા ભાજપા પ્રમુખ તરીકે ભાવેશભાઇ પટેલની નિમણુક થતા તેમનું પણ સન્માન કરવામાં આવેલ. મંડળના સભ્ય જયદીપભાઇ જલુ અને વિરમભાઇની રાજકોટ મહાનગરપાલીક સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમીતીમાં સરકારશ્રી દ્રારા નિમણુક થવા બદલ તેમના પણ અભિવાદન કરવામાં આવેલ. ગુજરાત રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, મહામંત્રી અજયભાઇ પટેલ દ્રારા તમામ સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવેલું.



જતિનભાઇ ભરાડ દ્રારા રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિ વિશે માહિતી આપવામાં આવેલી. ભરતભાઇ ગાજીપરા અને અજયભાઇ પટેલ દ્રારા પ્રાસંગીક ઉદબોદ્ધન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ડી.વી. મહેતા, પરિમલ પરડવા, પુષ્કર રાવલ, સુદિપ મહેતા, શ્રીકાંત તન્ના, ગાર્ડી વિધાપીઠના જય મહેતાના માર્ગદર્શનમાં તમામ ઝોન ઉપપ્રમુખો અને મંડળની ટીમ દ્રારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.  



વિધાર્થીઓ માટે મોબાઈલ બુકસ અને ટોયઝ લાઇબ્રેરી શરૂ કરાશે
શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમોમાં પ્રિ–પ્રાઇમરી, પ્રાઇમરી અને સેકન્ડરીના શિક્ષકો માટે સમગ્ર વર્ષ દરમિયાન કૌશલ્ય (સ્ક્રિલ), જ્ઞાન (નોલેજ) અને અભિગમ (એપ્રોચ) ને લગતી તાલીમોના આયોજન નિષ્ણાત ટ્રેઇનરો દ્રારા કરવામાં આવશે. મોબાઇલ બુકસ અને ટોઇઝ લાઇબ્રેરી જેમાં વિધાર્થીઓ માટે ખાસ કરીને નાની–નાની શાળાઓના વિધાર્થીઓને તેમના રસના વિષયના પુસ્તકો વાંચવા મળે અને જુદા–જુદા પ્રકારના અવનવા રમકડાઓ પણ તેમની શાળામાં જ મળી રહે મળે તે માટે આ મોબાઇલ બુકસ અને ટોઇઝ લાઇબ્રેરી શ કરાશે.



સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનની નવી વેબસાઈટનું કરાયું લોન્ચિંગ
મંડળની નવી ડાયનેમીક વેબસાઇટનું પણ લોન્ચીંગ કરવામાં આવેલું. આ વેબસાઇટમાં રાજકોટ જીલ્લાની મંડળ સાથે જોડાયેલ તમામ ૪૦૦ શાળાઓ તેમની શાળાની પ્રવૃતિઓની વિગત આ પોર્ટલ પર અલગ–અલગ પેઇજમાં બતાવી શકશે. જેથી કરીને બીજી શાળાઓને પણ તેમાંથી પ્રેરણા મળે.



બોર્ડની પરીક્ષામાં ૯૦%થી વધુ પરિણામ મેળવનારી ૧૫૦ શાળાનું સન્માન
વર્ષ ૨૦૨૨–૨૩ માં જાહેર થયેલ ધો.૧૦ અને ધો. ૧૨ માં જે શાળાઓએ ૯૦% કે તેથી વધુ પરિણામ મેળવ્યા હોય તેવી ૧૫૦ શાળાઓનું સન્માન કરવામાં આવેલ. ગત વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રાજકોટ મુલાકાત સમયે તેમના સ્કેચમાં એક સાથે ૯,૫૦૦ વિધાર્થીઓ દ્રારા કલરપૂર્ણી કરી વિશ્વ વિક્રમ સ્થાપેલ તેમજ મેથેમેટીકસના કેલકયુલેશન એક સાથે એક જ સમયે ૧૨૫૦૦ વિધાર્થીઓએ કરી વિશ્વ વિક્રમ સ્થાપેલ તે બન્ને સર્ટીફીકેટ આ સાધારણ સભામાં એનાયત કરાયા હતા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application