સંપૂર્ણ જર્મન ટેકનોલોજી થી સુસજ્જ રેડી મિક્ષ કોન્ક્રિટનો સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ પ્લાન્ટ જામનગરમાં

  • February 04, 2023 11:55 PM 

જામનગરની વિકાસગાથામાં એક પથચિહરૂપ સાહસ ખુંટી બ્રધર્સ દ્વારા ઐરાવત રેડી મિક્ષ કોન્ક્રિટ પ્લાન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, નાઘેડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે તા. ૪ ફેબ્રુઆરી થી આરએમસીનો શુભારંભ થઇ રહ્યો છે, સૌરાષ્ટ્રના પહેલા પ્લાન્ટનો જામનગર ખાતેથી પ્રારંભ થતાં બાંધકામમાં તેજી જોવા મળશે, સાથો સાથ ગુણવત્તાયુક્ત મજબુત કામના કારણે સમય અને સંપત્તિની બચત થશે, ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ જર્મન ટેકનોલોજીથી સુસજ્જ આરએમસીનો સૌરાષ્ટ્રનો પ્રથમ પ્લાન્ટ છે, જે નજરાણું જામનગરને મળ્યું છે, આ તકે કંપનીના ડાયરેક્ટર લખમણભાઇ ખુંટીએ આજકાલને ખાસ મુલાકાત આપી હતી અને તેમાં કંપની વિશે અને કંપનીની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.


જામનગરના રાજસીભાઇ દેવાભાઇ ખુંટી, ભરતભાઇ રાજસીભાઇ ખુંટી, લખમણભાઇ રાજસીભાઇ ખુંટી દ્વારા ઐરાવત રેડી મિક્ષ કોન્ક્રિટ પ્લાન્ટ લઇને આવ્યા છે, જામનગરના ભાગોડે આવેલ નાઘેડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે પ્લાન્ટની સાઇટ છે, આગામી તા.૪ ફેબ્રુઆરીના રોજ પ્લાન્ટનો શુભારંભ થઇ રહ્યો છે અને તા.૦૪ થી જ પ્લાન્ટ કામગીરી માટે ધમધમવા લાગશે, આ આરએમસી પ્લાન્ટથી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખુબ જ ફાયદો થશે અને સાથોસાથ કામની ગુણવત્તા પણ સુધરશે, મજબુતીનો ભરોસો એટલે ઐરાવત આરએમસી પ્લાન્ટ જે આગામી સમયમાં જામનગરની વિકાસગાથામાં વધુ એક મોરપીછ ઉમેરશે તેવું લાગી રહ્યું છે.
આપણે જોઇએ છીએ કે બાંધકામમાં વર્ષોથી જુની પદ્ધતી ચાલી આવે છે અને આજના આધુનિક યુગમાં બાંધકામ ક્ષેત્રે અન્ય રાજયો અને દેશ વિદેશોમાં આધુનિક મશીનરી પ્લાન્ટ આવી ચૂક્યા છે અને અઘરી લાગતી કામગીરી સરળતા થી સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે અને વર્ષો સુધી આ કામની સરાહના થતી રહે છે, આવા જ એક ઉદ્દેશ સાથે ખુંટી બંધુઓએ સાહસ કરીને નાઘેડી ખાતે ઐરાવત આરએમસી પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે.


ઐરાવત આરએમસી પ્લાન્ટ-કંપનીના ડાયરેકટર લખમણભાઇ ખુંટીએ આજકાલને ખાસ મુલાકાત આપી હતી અને પ્લાન્ટ તેમજ તેમની કામગીરી અંગેની વિગતો જણાવી હતી, જેના અંશ અહિં આપેલા છે. મુલાકાત દરમ્યાન લખમણભાઇ ખુંટીને વર્તમાન વ્યવસાય અંગે પ્રશ્ર્ન પૂછતા તેઓએ કહ્યું હતું કે તેમના પિતાશ્રી ક્ધસ્ટ્રકશન વ્યવસાયમાં હોવાથી તેઓને આ વ્યવસાયનો બહોળો અનુભવ છે, બિલ્ડીંગ મટીરીયલ્સ જેમાં સુદામા સેલ્સ ત્રણ વર્ષથી છે, રાજ ક્ધસ્ટ્રકશન ૨૦૦૯ થી કાર્યરત છે અને વર્તમાનમાં ૧૫ થી ૧૭ વર્ષ થી વધુનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે.


આરએમસી પ્લાન્ટનો વિચાર તમને કેવી રીતે આવ્યો ? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે એક તો આ વ્યવસાયનો અમોને બહોળો અનુભવ છે અને બીજુ કોઇપણ મકાનની સ્થિરતા તેના કોન્ક્રિટ ઉપર નિર્ભર હોય છે એટલે કે મકાન કે બિલ્ડીંગનું એ હાર્ડપિંજર હોય છે, મેન્યુઅલ કોન્ક્રિટ કરતા આરએમસીનું કામ મજબૂતી આપે છે, આ ઉપરાંત તમે જોતા હશો કે જુદા જુદા બિલ્ડીંગોના કામ ચાલતા હોય ત્યાં જે રો મટીરીયલ્સ જેવા કે  સિમેન્ટ, રેતી, કાપચી, પાણી વિગેરેનું મિશ્રણ કરવામાં આવે છે તેમાં જોઇએ તેટલું માપદંડ જળવાતુ નથી એટલે કે કેટલા ફુટ બાંધકામમાં અને કેટલા તૈયાર માલમાં કઇ વસ્તુ કેટલા પ્રમાણમાં હોવી જોઇએ, જયારે આરએમસી પ્લાન્ટમાં ઉપરોકત તમામ રો મટીરીયલ્સનું મિશ્રણ કાયદેસર અને પ્રમાણીક રીતે કરવામાં આવે છે, જેના કારણે ગુણવત્તા જળવાય રહે છે અને મજબૂતી રહે છે, જેમ કે છતના બાંધકામ વખતે ખાંચામાંથી પાણીનું રીસાવ નથી થતું.


આગળ કહ્યું હતું કે ઐરાવત આરએમસી પ્લાન્ટ સૌરાષ્ટ્રનો પહેલો પ્લાન્ટ છે જર્મન ટેકનોલોજીથી મશીનરી અને અન્ય સાધનો સજ્જ છે, સારી ગુણવત્તા અને સમયના બચાવની સાથોસાથ મજુરોની પણ વધુ સંખ્યા રહેતી નથી, એટલું જ નહિં આ મશીનરી અંગેની કામગીરીનું બજેટ પણ સાદા બાંધકામની સરખામણીએ ખૂબ જ વ્યાજબી અને સમયની બચત જેવું છે. એટલે કે બન્નેની સરખામણીએ આરએમસી પ્લાન્ટ ફાયદારૂપ છે.


આરએમસી કેવી રીતે કામ કરે છે ? એવા સવાલના જવાબમાં લખમણભાઇએ આજકાલને કહ્યું હતું કે હાલ પ્લાન્ટનો પ્રારંભ થયો છે આથી ૩૦ કીમીના એરીયામાં કામગીરીને આવરી લેવાશે એ માટે સાઇટ વીઝીટ કરશું જેમાં રોડ-રસ્તા-લાઇટની ચકાસણી કરાઇ છે, જેનું નિરીક્ષણ કર્યા પછી કામગીરી અંગેનો નિર્ણય લેવાશે, હાલમાં અમારી પાસે ૪ ટ્રાન્સ મિક્સર ઉપલબ્ધ છે તેમજ તેને લગત અન્ય સાધન સામગ્રી પણ કાર્યરત છે, બાંધકામ કરનાર અથવા બિલ્ડરો સાથે નક્કી કર્યા બાદ કામની ગુણવત્તાની ખાતરી આપવામાં આવે છે અને તે માટે બિલ્ડરોને અથવા મકાન માલીકોને જે પ્રકાર અને જે કંપનીના સિમેન્ટનો ઉપયોગ કરવો હોય તેનો વિકલ્પ પણ આપવામાં આવ છે, ઘણી વખત સાઇટ પરથી સિમેન્ટની ગુણીઓ ગણતરી મુજબનો માપદંડ હોતો નથી, ઘણીવાર સિમેન્ટ ઓછી વાપરવામાં આવતી હોય છે અથવા ગાયબ થઇ જતી હોય છે, આ પ્રકારના બનાવ આરએમસીમાં ન બની શકે કારણ કે સુચિત પ્રમાણસર સિમેન્ટ ડાયરેકટ ટાંકીમાંથી મિશ્રણમાં માપીને ભેળવવામાં આવે છે, જેથી કોન્ક્રેટનું કાયદેસરનું પ્રમાણ જળવાઇ રહે.
​​​​​​​
આરએમસીની વધુ એક ખુબી એ છે કે તેમાં જેટલું રો મટીરીયલ્સ ઉપયોગ થાય છે તેની ગુણવત્તા અને સંખ્યા-વજન અંગેનો મશીનની સાથે જોડાયેલ લેબનો ક્યુબ રીપોર્ટ પણ જોવા મળે છે, જે રીપોર્ટમાં કેટલું મટીરીયલ્સ ઉપયોગ થયું તેની આપોઆપ ચકાસણી થઇ જાય છે એટલે કે ભરોસો જળવાઇ રહે છે. અમુક કિસ્સામાં આકસ્મિક બનાવ બનતા હોય છે, જો ભવિષ્યમાં એવું થાય તો બિલ્ડીંગ પ્રોસેસના બિલીંગ રીપોર્ટથી ઇન્સ્યુરન્સની કાર્યવાહી સરળ બને છે અને ઇન્સ્યુરન્સ ક્લેઇમમાં મદદરૂપ થાય છે.


લખમણભાઇએ મુલાકાત દરમ્યાન આગળ કહ્યું હતું કે ઐરાવત આરએમસી પ્લાન્ટ થી કામની ગુણવત્તા તો સુધરે છે, સમય અને શ્રમનો બચાવ થાય છે, સાથોસાથ અમારા આરએમસી પ્લાન્ટ અનુસાર ૨૨ માળ સુધીની ગગનચૂંબી ઇમારત અમો રેડી મિક્ષ કોન્ક્રિટ પહોંચાડી શકવા સક્ષમ છીએ. જે માટે સામાન્ય કામગીરી થી ૨૦૦ મજુરો જોઇએ પરંતુ અમારા આરએમસી થી સરળતાથી કામ થાય છે. ઐરાવત આરએમસી પ્લાન્ટ થી જામનગરની વિકાસગાથામાં વધુ એક પથચિહનો ઉમેરો થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application