BREAKING NEWS

ભાણવડ તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે

  • May 16, 2026 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે​​​​​​​​​​​​​​


ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૩ મે,૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ માટે પી.એમ.પોષણ શક્તિ નિર્માણ યોજનાં અંતર્ગત કાર્યરત પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના “સંચાલક-કમ-કુક”ની ભરતી કરવામાં આવશે.


ભાણવડ તાલુકામાં ફતેપુર વાડી શાળા -૧, હાથલા પ્રાથમિક શાળા, હાથલા વાડી શાળા, જોગરા પ્રાથમિક શાળા, કિલેશ્વર પ્રા.શાળા, શેઢાખાઇ પ્રાથમિક શાળા, બાપુની વાવ પ્રાથમિક શાળા, વેરાડ તાલુકા શાળા અને ઝારેરા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની જગ્યા પર ભરતી કરવામાં આવશે.


સંચાલક-કમ-કુક માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ (૧૦મું ધોરણ પાસ) તથા અરજી કરવાની છેલ્લી તારીખે ઓછામાં ઓછી ૨૦ વર્ષ પૂર્ણ તથા વધુમાં વધુ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ.


અરજી કરવા માટે ઈચ્છુક વ્યકિતઓએ ભાણવડ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા.૨૩/૦૫/૨૦૨૬ સુધીનો રહેશે. સમયમર્યાદા બાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.


મામલતદાર ભાણવડની યાદી મુજબ નીચેના પુરાવા અરજી ફોર્મની સાથે જોડવાના રહેશે:

(૧) શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટની નકલ
(૨) આધારકાર્ડની નકલ
(૩) ચુંટણીકાર્ડની નકલ
(૪) રેશનકાર્ડની નકલ
(૫) બેંક પાસબુકની નકલ
(૬) તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા
(૭) સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ જાતિના પ્રમાણપત્રની નકલ
(૮) શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ
(૯) જન્મતારીખના પુરાવાની નકલ
(૧૦) અન્ય જરૂરી આધારો 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application