રાજકોટ મનપા આવતા સપ્તાહથી સઘન વૃક્ષારોપણ કરશે; પાંચ લાખ રોપા વાવશે

  • July 26, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા મિયાવાકી ફોરેસ્ટ, વોર્ડ વાઇઝ ઓક્સિજન પાર્ક બનાવાશે




રાજકોટ મહાનગરપાલિકા આવતા સપ્તાહથી સઘન વૃક્ષા રોપણ શરૂ કરશે અને અંદાજે પાંચ લાખ રોપાનું વાવેતર કરશે.

વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતા સપ્તાહથી મોટા પાયે વૃક્ષારોપણ શરૂ કરશું. અંદાજે ચાર થી પાંચ લાખ રોપાનું વાવેતર કરવાનો વિચાર છે.



વૃક્ષના વાવેતરની સાથે સાથે ઉછેર ઉપર તેમણે મુક્યો હતો. આ માટે સંસ્થાઓનો સહયોગ લેવાશે.પ્રદ્યુમ્ન પાર્ક, આજી, ન્યારી, રામવન તરફ નવા મિયાવાંકી વન બનાવાશે.18 વોર્ડ ના 18 પ્લોટમાં ઓક્સિજન પાર્ક માટે શરૂઆત કરાશે. બીઆરટીએસ રોડ ઉપર માધાપરથી ગોંડલ ચોકડી વચ્ચે ક્યાં ક્યાં વૃક્ષ રોપણ થઈ શકે તે પણ જોશું. સૂચિત સફારી પાર્ક વિસ્તારમાં તો પ્લાન્ટશન કરીએ જ છીએ છતાં ત્યાં પણ વધુ વૃક્ષારોપણ કરીશું તેમ ઉમેર્યું હતું. સારો વરસાદ થયો હોય અને હજુ ચોમાસુ ચાલુ હોય વૃક્ષારોપણ માટે સારો સમય છે તેમ કમિશનરએ ઉમેર્યું હતું.


રાજકોટમાં સ્વાતંત્ર્ય સેનાની માટે સ્મારક બનાવવા વિચારણા

રાજકોટમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનો સ્મારક બનાવવા મનપા દ્વારા વિચારણા શરૂ કરાઇ હોવાનું જણાવી મ્યુનિ.કમિશનર આનંદ પટેલએ જણાવ્યું હતું કે એક સર્વે મુજબ રાજકોટના 1200 જેટલા સ્વતંત્ર્ય સેનાનીઓ હતા તેમ જાણવા મળ્યું છે.



જર્જરિત મિલકતોની તપાસ કરવા કમિશનરનો આદેશ

જૂનાગઢમાં જર્જરિત મકાન ધરાશાયી થતા અનેક લોકોના મોત થયા બાદ રાજકોટમાં જર્જરિત મકાનની તપાસ કરવા કમિશનરએ આદેશ કર્યો છે.શહેરમાં 1489 મિલકત જર્જરિત છે જેમાં હાઉસિંગ બોર્ડની 1013 અને ખાનગી 151 તેમજ અન્ય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application