રાજકોટના યુવાનો બન્યા છાકટા, જામનગર હાઈવે પર યુવકોએ જોખમી સ્ટંટ કરી વિડીયો કર્યાં વાઇરલ

  • February 08, 2023 08:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં સ્ટંટના કેટલાક ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક બાઈક ચાલક ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. વિડીયો રાજકોટના જામનગર હાઈવેનો હોવાનું જણાયું છે. ત્યારે રાજકોટ પોલીસ આ અંગે શું કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું.

આજકાલના યુવાનોમાં નવી બાઈક અને સ્ટંટનો ભારે ક્રેઝ જાગ્યો છે. કેટલાક યુવાનો તો જીવને જોખમમાં નાંખીને સ્ટંટ કરતા હોય છે. આવા સ્ટંટ કરતી વખતે ઘણા યુવાનો ઘાયલ થાય છે અને ઘણા મોતને ભેટે છે.

મળતી વિગતો મુજબ હાલમાં આવા જ એક સ્ટંટનો ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક બાઈક ચાલક ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. છાકટા બનેલા નબીરાઓએ વિડીયોની રીલ્સ બનાવી ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યાં છે.

બાઈક પર સ્ટંટ કરવો એેક પ્રકારની કળા છે. આવા સ્ટંટ કરવા માટે ઘણી પ્રેકટિસ અને સાવધાનીની જરુર પડે છે. પણ કેટલાક સ્ટંટબાજ હોશિયારી મારવાના ચક્કરમાં ઊંધા માથે પટકાતા હોય છે. વાયરલ થઈ રહેલા વીડિયો તમે એક સ્ટંટબાજને બાઈક ચલાવતા જોઈ શકો છો. તે ખુબ ઝડપથી બાઈક દોડાવવી રહ્યો છે. તે સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે તેવામાં બાઈક પરથી નિયત્રંણ ગુમાવે છે અને રસ્તા પર ઘસડાવા લાગે છે. તેણે હેલ્મેટ જેવા સાવધાનીના સાધનો પહેર્યા હોવાથી તેનો જીવ બચી જાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application