BREAKING NEWS

જામનગર: સ્વામીનારાયણનગરમાં વિદેશી દારૂ​​​​​​​-બિયરનો જથ્થો જપ્ત

  • June 20, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સ્વામીનારાયણનગરમાં વિદેશી દારૂ​​​​​​​-બિયરનો જથ્થો જપ્ત

આરોપી ફરાર : કુકડા કેન્દ્ર આવસા, સાધના કોલોની, આશાપુર સર્કલ અને ચારણનેશમાં પોલીસના દરોડા : નાની-મોટી બોલો કબ્જે

જામનગર શહેરમાં પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂનું વેચાણ અને હેરાફેરી કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, ડ્રીમસીટીમાં શરાબની બોટલો, ચપટાઓ, બિયરના ટીનનો જથ્થો જપ્ત કર્યો હતો આરોપી નાસી ગયો હતો, ઉપરાંત કુકડા કેન્દ્ર આવાસ, આશાપુરા સર્કલ, સાધના કોલોની વિસ્તારમાં દારુ સાથે શખ્સોને દબોચી લીધા હતા તેમજ શંકરટેકરી ચારણનેશમાં દેશી દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.

જામનગરના સ્વામી નારાયણ નગર ડ્રીમસીટી શેરી નં. ૨માં રહેતા દિવ્યરાજસિંહ જુવાનસિંહ વાળા નામના શખ્સના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ​​​​​​​ની બોટલો હોવાની બાતમીના આધારે સીટી-બી ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૨૦ બોટલ તથા ૧૭૭ ચપલા અને બિયરના ૧૫ ટીન મળી કુલ ૮૨૩૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, રેઇડ દરમ્યાન આરોપી હાજર મળી આવ્યો ન હતો તેની સામે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ ઉપરાંત જામનગરના કુકડા કેન્દ્ર કબીર આવાસ એફ વીંગમાં રહેતા રીક્ષા ડ્રાઇવર સમીર ઉર્ફે મલો રજાક અન્સારી નામના શખ્સને વિદેશી દારૂના ૫ ચપલા સાથે આવાસ પાસેથી દબોચી લીધો હતો.

અન્ય દરોડામાં જામનગરના હિંગળાજ ચોક, આશાપુરા સોસાયટીમાં રહેતા સાવન સંજય જાદવાણી નામના ઇસમને ઇંગ્લીશ દારૂના ૨૪ ચપટા સાથે આશાપુરા સર્કલથી આગળ સીટી-સી પોલીસે દબોચી લીધો હતો તેમજ સાધના કોલોની પહેલા ગેઇટ પાસે રહેતા ભલા દેશા સોલંકીને એક ચપટા સાથે આ વિસ્તારમાંથી પકડી લીધો હતો.

આ ઉપરાંત શંકરટેકરી ચારણનેશ વિસ્તારમાં નાથીબેન જીવન ઘોડાના મકાને દરોડો પાડીને ૨૦ લીટર દેશી દારુ બનાવવાનો આથો જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News