પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીની નોક-જોક અને સંજય ગોરાડિયાના હાસ્યરસ સાથે 4 નવેમ્બરે રીલીઝ થઇ રહી છે 'વ્હાલમ જાઓ ને'

  • November 01, 2022 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી'માં પોતાના કામથી દર્શકોને આકર્ષિત કરનાર અભિનેતા પ્રતીક ગાંધી તેની નવી ગુજરાતી ફિલ્મ 'વ્હાલમ જાઓ ને' થોડા જ દિવસોમાં રીલીઝ થવાની છે, થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ટ્રેઇલર રીલીઝ કરાયું હતું, જેના પર થી અનુમાન લગાવી શકાય કે ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હશે  અભિનેતા પ્રતીક ગાંધીએ આ ફિલ્મને એક ખુબ જ રસ્પ્રદ અને પારિવારિક મનોરંજન હોવાનું જણાવ્યું છે.

આ ફિલ્મમાં સુમિત ગાંધી (પ્રતિક ગાંધી)ની સ્ટોરી કહે છે, જે રીના (દીક્ષા જોશી) સાથે રીલેશનશીપમાં હોય છે, રીના નું સપનું હોઈ છે કે એ એક ફેમસ ફેશન ડિઝાઇનર બને અને  ફિલ્મ સ્ટાર રણવીર સિંહની સ્ટાઈલિશ બને. અને તેણી પોતાના આવનાવા ફેશન ડિઝાઈન્સનું એક્સપરીમેન્ટ પ્રતિક ગાંધી પર જ કરે છે. બધા લોકો તો અજીબ રીતે પ્રતિક સામે જુએ છે,પણ દીક્ષાને આ જોઈ ખૂબ જ મજા પડે છે.

'વ્હાલમ જાઓ ને'નું ટ્રેલર ઘણું રસપ્રદ છે, પ્રતિક ગાંધીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'વ્હાલમ જાઓ ને' એક સંપૂર્ણ રોમેન્ટિક ડ્રામા છે જેમાં રીલેશનશીપની કોમેડીનું મિશ્રણ છે જે પ્રેક્ષકોને તેમની બેઠકો પર જકડી રાખશે. દર્શકોનું પણ ખૂબ મનોરંજન થશે, કલાકારોએ તેમના કોમિક ટાઈમિંગ સાથે ખાતરી કરી છે કે થિયેટરમાં દરેક જણ મૂવીનો આનંદ માણશે. મને આખી ટીમ સાથે શૂટિંગ કરવામાં ખૂબ મજા આવી અને મને ખાતરી છે કે દર્શકોનું પણ એટલું જ મનોરંજન થશે.

આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકારો: ટીકુ તલસાનિયા, સંજય ગોરાડિયા, કેવિન ડેવી, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ પણ છે. ફિલ્મ રિલીઝ ડેટ 4 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application