કેરળમાં ફરી ગરમાયું રાજકારણ, PM મોદી પરની વિવાદિત BBC ડોક્યુમેન્ટ્રીનું કોંગ્રેસે બીચ પર કર્યું સ્પેશીયલ સ્ક્રીનીંગ

  • January 27, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતના રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' પર વધી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે કેરળમાં તેનું સ્ક્રીનિંગ કર્યું. રાજધાની તિરુવનંતપુરમના શંઘુમુઘમ બીચ પર કેરળ કોંગ્રેસ વતી આ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી.

પીએમ મોદીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી બતાવ્યા બાદ કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના મહાસચિવ જીએસ બાબુએ કહ્યું કે અમે તેના વિશે પહેલેથી જ નક્કી કરી લીધું હતું. આ ડોક્યુમેન્ટરી સૌપ્રથમ કેપીસીસી હેડક્વાર્ટર ખાતે પાર્ટીના કાર્યકરો માટે દર્શાવવામાં આવી હતી. તે પછી, ગુરુવારે એક બીચ પર સામાન્ય લોકો માટે તેનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના નેતા જીએસ બાબુએ વધુમાં કહ્યું કે, "અમને 'ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ના સ્ક્રીનિંગ માટે સામાન્ય લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેને જોવા ઘણા લોકો આવ્યા હતા. હવે અમે તેને રાજ્યભરમાં વિવિધ સ્થળોએ બતાવીશું." તેમણે એમ પણ કહ્યું કે ઘણા લોકો જાણવા માંગે છે કે ડોક્યુમેન્ટરીમાં શું છે."

કેરળ કોંગ્રેસે બીબીસીની બે ભાગની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' એવા સમયે બતાવવાનો નિર્ણય કર્યો છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી એ.કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ બુધવારે (25 જાન્યુઆરી) ડોક્યુમેન્ટ્રી સામેના તેમના ટ્વીટની ટીકા બાદ પાર્ટીમાં તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ અંગે ભાજપે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું.

બીબીસી ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો સંબંધિત કેટલાક પાસાઓની તપાસ પર આધારિત છે. વર્ષ 2002માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

સરકારે ડોક્યુમેન્ટરીની ટ્વિટર અને યુટ્યુબ લિંકને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે ડોક્યુમેન્ટ્રીને "પ્રચારનો ભાગ" ગણાવીને ફગાવી દીધી અને કહ્યું કે તેમાં ઉદ્દેશ્યનો અભાવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application