હીના ખાને બ્રેસ્ટ કેન્સરના કારણે ગુમાવ્યો ઓટીટી પ્રોજેક્ટ

  • July 08, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હીના ખાને બ્રેસ્ટ કેન્સરના કારણે ગુમાવ્યો ઓટીટી પ્રોજેક્ટ
ટીવી એકટ્રેસ હીના ખાને બ્રેસ્ટ કેન્સરના કારણે એક ઓટીટી પ્રોજેક્ટ ગુમાવ્યો છે. રાપ્ચિક રીટાનામના વેબ શોમાં તેને સ્થાને અદા શર્માને કાસ્ટ કરવામાં આવી હોવાની ચર્ચા છે.
હીના ખાને તાજેતરમાં જ પોતાને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ તેના લાંબા વાળ કપાવી નાખ્યા હોવાના તથા તેનાં શરીર પર બર્ન ઈન્જરી જેવા ડાઘ હોવાના ફોટા પણ વાયરલ થયા છે.
આ વેબ શોમાં હીનાને રિપ્લેસ કરી દેવામાં આવી હોવાની વાતથી તેના ચાહકો ભારે નારાજ થઈ ગયા છે. કેટલાક ચાહકોએ કોમેન્ટ કરી છે કે સર્જકોએ હીના સ્વસ્થ થાય ત્યાં સુધી રાહ જોઈ જેવાની જરુર હતી. કેટલાકે લખ્યું હતું કે હીનાના કપરા સમયે તેની સાથે આવો વર્તાવ બહુ શરમજનક બાબત છે. જોકે, કાસ્ટમાં આ ફેરફાર અંગે અદા શર્મા કે પછી શોના સર્જકો તરફથી કશું જણાવવામાં આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application