જામનગરમાં વાયર-નળ ચોરીનો ભેદ ખુલ્યો : ૩ ઝબ્બે
જામનગરમાં ઇલેકટ્રીક વાયર અને નળના બાચકાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, કુલ ૧.૫૮ લાખના મુદામાલ સાથે આરોપીઓને સીટી-એ ડીવીઝને પકડી લીધો હતો.
જામનગર શહેરમાં બનતા ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાની સુચના મુજબ જામનગર સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ.ચાવડાના માર્ગદર્શન મુજબ સ્ટાફના પીએસઆઇ એમ.એન. રાઠોડ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ રવિરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમસિંહ જાડેજાને અંગત બાતમીદારોથી હકીકત મળેલ કે ખંભાળીયા નાકા પાસે પ્રણામી મંદિરવાળી શેરીમાં એક ઓટો રીક્ષા નં. જીજે૧૦ટીઝેડ-૧૨૧૯માં ત્રણ ઇસમો ચોરાઉ શંકાસ્પદ ઇલેકટ્રીક વાયર વેચવા માટે આંટા ફેરા કરે છે.
જે હકીકત આધારે હશન સીદી ખફી, રહે. ધરારનગર-૧, સલીમબાપુના મદ્રેસા, શાળા પાસે, હુશેન ઉર્ફે હુશનો ચોર અલી જોખીયા ધરારનગર-૧, સલીમબાુપના મદ્રેશા પાસે શોપીંગ સેન્ટર પાસે અને આબીદ ઉર્ફે આબલો રસીદ ચંગડા રહે. ધરારનગર-૧ વૈશાલીનગર પાસે કવડાપાટ સ્કુલ પાસે જામનગરવાળઓ પાસેથી ચોરીમાં ગયેલ ઇલેકટ્રીક વાયરના બંડળ ૧૩ જેની કિ. ૫૨ હજાર તથા પીતળના નવા નળ, ફીટીંગનો સ્ટીલનો સામાન ૧૨ કીલો કિ. ૬૦૦૦ ગતી ચોરીમાં ઉપયોગમા લ્ીધેલ ઓટો રીક્ષા કી. ૧ લાખ ગણી કુલ ૧.૫૮ લાખના મુદામાલ કબ્જે કરી ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ કરી આરોપીની અટક કરી હતી.