જામનગર શહેરમાં રીક્ષામાંથી રોકડ-મોબાઇલની ચોરી કરનારની અટક

  • July 08, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં રીક્ષામાંથી રોકડ-મોબાઇલની ચોરી કરનારની અટક


જામનગરમાં રીક્ષામાંથી રોકડ અને મોબાઇલની ચોરી થઇ હતી જેનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે અને સનસીટીમાં રહેતા એક શખ્સને મુદામાલ સાથે પકડી પાડયો છે.

જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા જયાબા ટપુભા જાડેજા (ઉ.વ.૬૭) નામના વૃઘ્ધા તા. ૪ના રોજ રીક્ષામાં બેસી ઘરે જતા હતા, વિકાસગૃહ રોડ પર વાયર અને નળ લેવા દુકાને જતા અને પોતાની પાસે રહેલી થેલી જેમાં એક મોબાઇલ અને પાંચ હજારની રોકડ, પાકીટ રાખેલ હતું દરમ્યાન અજાણ્યો રીક્ષાચાલક ચોરી કરીને લઇ ગયાની સીટી-બીમાં ફરીયાદ કરી હતી.

જામનગર શહેરમાં દાખલ થયેલ અનડીટેકટ ગુના શોધી કાઢવા સુચના કરવામાં આવતા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, સ્ટાફના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ, કાસમભાઇને મળેલ હકીકત આધારે જામનગરના નાગનાથ સર્કલ પાસેથી ચોરી કરવામાં સંડોવાયેલ આરોપી મોરકંડા રોડ, સનસીટી-૨ ખાતે રહેતા આસીફ અલી મકરાણીના કબ્જામાંથી ચોરીમાં ગયેલ રોકડ ૫૦૦૦ અને ૧૦૦૦ની કિંમતો મોબાઇલ તથા ગુનામા ઉપયોગ કરેલ વાસ્પા રીક્ષા મળી કુલ ૫૬ હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો, પોલીસે સીટી-બી ડીવીઝનનો ગુનો શોધી કાઢયો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application