BREAKING NEWS

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: બે મહિલા સહિત ૧૨ આરોપીઓ ઝડપાયા

  • April 10, 2026 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: બે મહિલા સહિત ૧૨ આરોપીઓ ઝડપાયા

ત્રણ અલગ વિસ્તારોમાં પોલીસની કાર્યવાહી, રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બે મહિલાઓ સહિત કુલ ૧૨ આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેમની પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.


જુગાર અંગેનો પ્રથમ દરોડો મહારાજા સોસાયટી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. અહીં જાહેરમાં ગંજીપાના પત્તા વડે જુગાર રમી રહેલા સમીનબેન ફરિદભાઈ પટણી, રુકસાનાબેન મુસાભાઈ મેમણ, જાવીદ કાસમભાઈ સમા અને રહીમ અબ્બાસભાઈ પઠાણને ઝડપવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂપિયા ૨,૪૦૦ ની રોકડ રકમ તથા જુગારનું સાધન સામગ્રી કબજે કરવામાં આવી હતી.


બીજો દરોડો રતનબાઈ મસ્જીદ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. અહીં જાહેરમાં રૂપિયા ના સિક્કા ઉછાળી કાંટ-છાપનો જુગાર રમી રહેલા દેવાભાઈ રાણાભાઈ અને તોહીત હુસેનભાઈ કમોરાને અટકાયત કરવામાં આવી હતી. પોલીસએ તેમની પાસેથી રૂપિયા ૨,૨૫૨ ની રોકડ રકમ કબજે કરી હતી.

આ ઉપરાંત ત્રીજો દરોડો કૌશલનગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. અહીં જાહેરમાં ગંજીપાના પત્તા વડે જુગાર રમી રહેલા જીતેન્દ્ર મૂળજીભાઈ લાખાણી, રણજીતસિંહ જસુભા જેઠવા, લવેશ કાંતિલાલ વ્યાસ, રાજેશ શાંતિલાલ સોની અને અશ્વિન રતિલાલ ખેતાણીની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી રૂપિયા ૧૨,૬૦૦ ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.

​​​​​​​​​​​​​​

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News