જામનગરમાં પાઇપલાઇનની કામગીરીના કારણે આજે રણજીતનગર ઝોન-એના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા.૧૫/૦૭/૨૦૨૬ બુધવારના આજ રોજ રણજીતસાગર ઈ.એસ.આર/ઝોનની પ્રિમાઈસીસ ખાતે મુખ્ય પાણીની પાઈપ લાઈન ઉપર સ્કાડા સીસ્ટમ હેઠળ ફલોમીટર તથા પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટ ખાતે રણજીતનગર તરફ જતી મુખ્ય પાણીની પાઈપ લાઈનમા જોડાણની કામગીરી કરવાની થતી હોય.
જેથી રણજીનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો પંચવટી વિસ્તાર, મારૂતિનગર, સત્યમ હોટલ તથા તેની સામેનો વિસ્તાર, રાજનગર, માણેકનગર થી વિરલબાગ સુધીનો વિસ્તાર કામદાર કોલોની, મકવાણા સોસાયટી, જનતા સોસાયટી, રાધીકા કલાસીસ, રઘુવિર સોસાયટીની આજુ બાજુનો વિસ્તાર, મીગ કોલોની, કૈલાસનગર, એસ.ટી. રોડ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લઈને સહકાર આપવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.