રાજકોટના 210 લોકો આજે રાત્રે સુદાનથી હેમખેમ પરત ફરશે

  • May 02, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એસ.ટી.ની પાંચ વોલ્વો બસની કરાયેલી વ્યવસ્થા:રાજકોટથી રેવન્યુ વિભાગની ટીમ અમદાવાદ પહોંચી: બે વૃદ્ધા માટે 108 એમ્બ્યુલન્સની કરાયેલી વ્યવસ્થા


સુદાનના આંતરવિગ્રહમાં ફસાયેલા દેશવાસીઓને પરત વતન લાવવા માટે ઓપરેશન કાવેરી હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશનના ભાગરૂપે સુદાનમાં વસતા રાજકોટના 34 લોકોનો પહેલો સમૂહ ગયા સપ્તાહે આવી પહોંચ્યા બાદ આજે રાત્રે રાજકોટ શહેર જિલ્લાના વધુ 210 લોકો રાત્રિના રાજકોટ આવી પહોંચશે.



રાજકોટ શહેર જિલ્લાના આ 210 લોકોમાં બે વ્રુધ્ધા શારીરિક રીતે અશક્ત અને બીમાર હોવાના કારણે તેમના માટે 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય લોકોને એસ.ટી.ની પાંચ વોલ્વો બસમાં રાજકોટ લાવવામાં આવશે.વ્યવસ્થાની કામગીરી સંદર્ભે રાજકોટથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મામલતદાર કેતન ચાવડા અને અન્ય કર્મચારીઓની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે.




ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી અમદાવાદ એરપોર્ટ આવેલા ૨૩૧ જેટલા ભારતીયોને ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવકાર્યા હતા. કુલ ૨૩૧ માંથી ૨૦૮ જેટલા ગુજરાતીઓ સુદાનથી પરત આવ્યા હતા.અમદાવાદથી ૫ વોલ્વો બસ રાજકોટના લોકો માટે તૈયાર રાખવામાં આવી હતી જેમા રાજકોટ ના લોકોને રવાના કરવામા આવ્યા હતા.
સુદાનથી પરત ફરેલા લોકોને આવકારતા ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રાલય દ્રારા ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનમાં ફસાયેલા દરેક ભારતીયને પોતાના પરિવાર સાથે ભારત પરત લાવવા માટે સેના સાથે મળીને કપરી પરિસ્થિતિમાં એક પછી એક વિશેષ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યાં છે. વોર ઝોનમાં લેન્ડિંગ કરવું કયારેય સરળ હોતું નથી, પરંતુ આપણી સેનાના જાંબાઝ જવાનો આ મિશનને ખૂબ જ હિંમતપૂર્વક પાર પાડી રહ્યા છે, જે આપણા માટે ગૌરવની વાત છે, એવું તેમણે ઉમેયુ હતું.
તેમણે ઓપરેશન કાવેરી વિશે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ ભારત સરકાર અને ભારતીય સેના દ્રારા રાતોરાત કામગીરી કરીને ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવાનું કાર્ય શ કરી દેવામાં આવ્યું હતું.





રશિયા–યુક્રેન યુદ્ધ હોય કે સુદાન હોય, આપણી સેના અને સરકારે હંમેશાં સફળતાપૂર્વક પોતાના લોકોને બચાવીને તેમના સ્વજનો સુધી પહોંચાડા છે. આજે ૨૩૧ જેટલા ભારતીય મૂળના સુદાનવાસીઓ હેમખેમ અને સંપૂર્ણ સુરક્ષિત રીતે અમદાવાદ ખાતે લેન્ડ થયા છે. જેમાં ૨૦૮ ગુજરાતી, ૧૩ પંજાબના અને ૧૦ રાજસ્થાનના લોકો છે.




 રાય સરકાર દ્રારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની વાત કરતા ગૃહ રાયમંત્રીએ જણાવ્યું હતું કે, રાય સરકાર દ્રારા કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને આવનારા તમામ લોકો માટે જરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application