શું દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવો જોઈએ ? આજે કાયદા મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિની બેઠક

  • July 03, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઈને દેશમાં ચાલી રહેલી મુદ્દા પર ચર્ચા કરવા આજે કાયદા મંત્રાલયની સંસદીય સમિતિની એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં UCCને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો પણ ભાગ લેશે. સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ સુશીલ મોદીના જણાવ્યા અનુસાર બેઠકમાં તમામ હિતધારકોના મંતવ્યો જાણવામાં આવશે. આ બિલને સંસદમાં ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. 


આજે કાયદા મંત્રાલયની સંસદીય સમિતિની એક બેઠક યોજાવા જઈ રહી છે જેમાં યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા કરવામાં આવશે.સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ સુશીલ મોદીના જણાવ્યા અનુસાર બેઠકમાં તમામ હિતધારકોના મંતવ્યો જાણવામાં આવશે. સંસદીય સ્થાયી સમિતિમાં તમામ રાજકીય પક્ષોના સાંસદો હોય છે.


આ સમિતિની બેઠક બિનરાજકીય છે કારણ કે તેમાં તમામ રાજકીય પક્ષોના સભ્યો છે. PM મોદીએ કહ્યું હતું કે,3 જુલાઈએ UCC પર લો કમિશનના રિપોર્ટ પર ચર્ચા કરીશું. જો જરૂરી જણાશે તો વધુ ચર્ચા કરવા માટે બીજી બેઠક બોલાવીશું.આ સમિતિ સંપૂર્ણપણે તટસ્થ છે.સંસદનું ચોમાસુ સત્ર પણ 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં સરકાર યુનિફોર્મ સિવિલ કોડ પર બિલ પાસ કરવાની શક્યતા રહેલી છે. 


ગત તા. 26 જૂન સુધી કાયદા પંચને UCC પર લગભગ સાડા આઠ લાખ સૂચનો મળ્યા છે. કાયદા પંચે 14 જૂને રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દા પર લોકો અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ હિતધારકો પાસેથી મંતવ્યો મંગાવ્યા હતા.


  • શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?


યુનિફોર્મ સિવિલ કોડનો સામાન્ય અર્થ એ થાય છે દેશના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો હોવો. જે ધર્મ પર આધારિત નથી. પર્સનલ લો,વારસા, દત્તક અને ઉત્તરાધિકાર સંબંધિત કાયદાઓ એક સમાન કોડ દ્વારા આવરી લેવામાં આવે તેવી શક્યતા છે.

UCC નો અમલ એ ભારતીય જનતા પાર્ટી ઉત્તરાખંડ પહેલેથી જ પોતાનો યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાની પ્રક્રિયામાં છે. ભાજપે તાજેતરની વિધાનસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં યુસીસીનું વચન પણ આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application