મુળ જામનગરના બ્રેઇનડેડ યુવાનના અંગોનું સુરતમાં ટ્રાન્સપ્લાન્ટ

  • September 20, 2023 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોટાવરાછા ખાતે રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ યુવાનનું હૃદય અને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.



મૂળ જામનગરમાં ધુડસીયા ગામના વતની અને હાલમાં મોટા વરાછામાં ભક્તિનંદન સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષિય બિપીનભાઇ કેશવજીભાઇ વાગડીયા હીરાના કામ સાથે સંકળાયેલા હતા. ગત તા. ૧૫ મી ના સાંજે બ્લડપ્રેશર વધી જતાં બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં તેમનું સિટી સ્કેન કરાવતાબ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.


ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ગત તા.૧ ૬ મી એ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાથી ગત તા. ૧૭ મી એ ફરી તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગત તા. ૧૮ મી એ ડોકટરોની ટીમે બિપીનભાઈ વાગડીયાને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જયારે આ અંગે જાણ થતા ડોનેટ લાઈફ ટીમે ત્યાં પહોચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં સંમતિ આપી હતી.
​​​​​​​
દરમ્યાનમાં દાનમા મળેલનું હ્યદય સુરતમાં રહેતા ૪૬ વર્ષીય મહિલાનું સુરતની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું તથા દાનમાં મળેલી બે કિડની પૈકી એક કિડનીનું સુરતમાં રહેતા ૧૭ વર્ષીય તરૂણમાં અને બીજી કિડનીનું સેલવાસમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીમાં સુરતની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે, જયારે બિપીનભાઇના પરિવારમાં તેમના પિતા કેશવજીભાઇ ગામમાં ખેતી કરે છે. તેમની માતા હંસાબેન (ઉ.વ. ૬૫) તેમની પત્ની અલ્પાબેન (ઉ. વ. ૪૨), તેમનો પુત્ર રાજ (ઉ. વ. ૨૧) ભાવનગરમાં સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. માં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application