વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે દેવભુમિ દ્વારકા જિલ્લામાં મેજીસ્ટ્રેટ પાસે રજીસ્ટ્રેશન બાદ સંબંધિત એસ.ડી.એમ. પાસેથી ઓપરેશન પરમિશન લેવાની રહેશે
બંદરો અને વાહનવ્યવહાર વિભાગ,ગુજરાત સરકારના નોટીફીકેશનથી ઇનલેન્ડ વેસલ્સ(રજીસ્ટ્રેશન, સર્વે એન્ડ ઓપરેશન ઓફ ક્લાસ) નિયમો, ૨૦૨૨ના નિયમ-૬ હેઠળ કેટેગરી-સી માં આવતા વેસલ્સ(૧૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતા વેસલ્સ)ના તથા વિભાગના નોટિફિકેશન મુજબના ૧૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતા પ્લેઝર ક્રાફ્ટ રજીસ્ટે્શન કરવા અંગે કલેક્ટર દ્વારા આદેશો જાહેર કરાયાં છે.
જે મુજબ વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિ કરવા ઇરછુક અરજદારશ્રીઓ/ સંસ્થાઓએ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીથી ‘સી’ વેસલ્સના રજીસ્ટે્શન સર્ટીફીકેટ મેળવવાનું રહેશે. ત્યારબાદ વેસલ્સની ઓપરેશન પરમિશન મેળવવા સબંધિત વિસ્તારના સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી સમક્ષ અરજદાર થવાનું રહેશે. તેમના કાર્યક્ષેત્ર પુરતા વિસ્તારમાં ઇનલેન્ડ વેસલ્સ રુલ્સ -૨૦૨૪થી પ્રસિધ્ધ કરવામાં આવેલા ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ રૂલ્સ ૨૦૨૪ અને સરકારની વખતોવખતની જોગવાઇઓ મુજબ આનુષંગિક કામગીરી કરીને તેઓ ઓપરેશનલ પરવાનગીઓ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application