BREAKING NEWS

ખંભાળિયામાં સાત મહિલાઓ સહિત ૧૪ જુગારીની અટકાયત

  • July 15, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં સાત મહિલાઓ સહિત ૧૪ જુગારીની અટકાયત

નગરગેઇટ વિસ્તાર, સોનારડી સીમ અને આંબરડીમાં પોલીસના દરોડા 

ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલા મહેશ્વરી નગરમાં રહેતા રાજીબેન વેરશીભાઈ ડોરૂ નામના ૩૫ વર્ષના મહિલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને તેમના રહેણાંક મકાનમાં ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.

આ સ્થળેથી પોલીસે રાજીબેન વેરશીભાઈ ડોરૂ, લક્ષ્મીબેન રમેશભાઈ ડોરૂ, ધનીબેન ભનુભાઈ ચાવડા, હીરીબેન રાજુભાઈ માતમ એવી બેન નારણભાઈ જોડ, નાગલબેન નારણભાઈ પિંગળશુર અને હંસાબેન હરિભાઈ બથવાર નામના સાત મહિલાઓને ઝડપી લઇ, કુલ રૂ. ૨૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

ખંભાળિયા નજીકના માર્ગ પર અત્રેથી આશરે ૨૨ કિલોમીટર દૂર ભાતેલ અને સોનારડી રોડ પરના સીમ વિસ્તારમાંથી ભાતેલ ગામના રહીશ રાજદીપસિંહ નારુભા જાડેજા નામના ૨૨ વર્ષના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે પોતાની વાડીએ આવેલા મકાને બહારથી માણસો ભેગા કરાવી અને અહીં જુગાર રમવા માટે લાઈટ, પાણી અને અન્ય સાધનોની વ્યવસ્થા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવી રમાડતા ગંજીપત્તાના જુગાર પર એલસીબીની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી.

આ સ્થળેથી પોલીસે રાજદિપસિંહ નારુભા જાડેજા, દુલા શામરા લુણા, મેરુ નારણ ચાવડા અને કાસમ હારુન ગજીયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂપિયા ૧,૦૩,૮૦૦ ની રોકડ રકમ તથા ચાર મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ તથા એક મોટરકાર સહિત કુલ રૂપિયા ૧,૯૯,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
​​​​​​​
ખંભાળિયાથી આશરે ૨૭ કિલોમીટર દૂર આંબરડી ગામેથી પોલીસે ભોજા મારખી ભાટુ, ભીમશી દેવશી વસરા અને નારણ જીવા ભાટુ નામના ત્રણ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂ. ૧૧,૧૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application