ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ માત્ર એક ઉત્સવ નથી પરંતુ ભકિત, સમાનતા અને ભગવાનના લોકકલ્યાણના સંદેશનું જીવતં પ્રતિક છે. ભગવાન જગન્નાથજીના રથને ખેંચવો એ સનાતન ધર્મમાં ખુબ જ પવિત્ર અને પ્રેરણાદાયી કાર્ય માનવામાં આવે છે, રાજકોટમાં છેલ્લ ા ૧૯ વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકળે ત્યારે નગરજનો બધા કામ પડતાં મૂકી દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે તા. ૧૬–૭ને ગુરૂવારે સવારે ૮–૦૦ વાગ્યે જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારભં થશે, રથની પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર માધાતાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.
રથયાત્રામાં આ વર્ષે રાસમંડલી, અઘોરી મંડળી અને ઉૈનના સૌથી ઉંચા મહાકાળી માતાજી આકર્ષણનું કેન્દ્ર બનશે. જે રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ ચોકમાં પોતાની કલા પ્રદર્શિત કરી નગરજનોને મનોરંજન પીરસશે, રથયાત્રા સવારે ૮:૦૦ વાગે નિજ મંદિરેથી નીકળી ૨૬ કિ.મિ. રૂટ ઉપર ફરી સાંજે ૭:૦૦ વાગે મંદિરે પરત ફરશે. ભગવાન જગન્નાથજી જયારે ભકતોને દર્શન આપવા માટે નીકળશે ત્યારે શહેરના વિવિધ સાર્વજનિક, ધાર્મિક અને રાજકીય સંગઠનો, વિવિધ સંસ્થાઓ, વિવિધ મંડળો, વેપારી સંગઠનો દ્રારા રથયાત્રાના ૨૬ કિ.મી.ના રૂટ ઉપર પુષ્પવર્ષા, ફુલહાર, સરબત, ઠંડાપીણા, પ્રસાદ વિતરણ દ્રારા સ્વાગત કરવામાં આવશે. સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ભકતજનોને રપ૦ કિલો ફણગાવેલા મગ અને ૧૫૦ કિલો ચણાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. રથયાત્રા નિજ મંદિરેથી સવારે ૮–૩૦ વાગ્યે પ્રારભં થશે જે મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, સદરબજાર, લીંમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઇન રોડ, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ ફાયરબ્રિગેડ, રાજનગર ચોક, નાનામૌવા ચોકડી, નિજ મંદિર યાત્રા પૂર્ણ થશે. ર૬ કીમીના રૂટ ઉપર વિવિધ સંસ્થાઓ દ્રારા સ્વાગત કરવામાં આવશે. બપોરે ૧–૦૦ વાગ્યે માંધાતાસિંહના પેલેસમાં ભકતજનો પ્રસાદ લઇ વિરામ કરશે. રથયાત્રામાં વૃંદાવનની રાસમંડળી, ઉજજૈનનું અઘોરી ગૃપ લોકોને મનોરંજન પીરસશે અને વિરાટ મહાકાલી માતાજી નગરજનોને દર્શન આપશે, રથયાત્રામાં સૌથી આગળ ડીજે, ત્યારબાદ રાસમંડળીઓ, મુખ્ય ત્રણ રથ જેમા ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજશે. ત્યારબાદ મગના પ્રસાદનો રથ, ત્યારબાદ સુશોભીત ફલોટસ સાથેના વાહનો જોડાશે.
જગન્નાથ મંદિરના મહતં ૧૦૦૮ મહા મંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજી ભગવાન જગન્નાથજીના રથનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી પરંતુ ભકિત, સમાનતા અને લોક કલ્યાણના સંદેશનું જીવતં પ્રતિક છે ભગવાન જગન્નાથજી ભાઈ બળભદ્રજી અને બહેન શુભદ્રાજી ત્રણેય અલગ અલગ રથમાં બીરાજમાન થઇને ભકતોને દર્શન આપે છે ભગવાન જગન્નાથજીના રથને નંદીઘોસ કહેવામાં આવે છે. ભગવાન પોતે ભકતોના દ્રારે જાય છે ત્યારે એવો સંદેશ આપે છે કે ભગવાન સૌના છે જાતી, વર્ણ કે પદનો કોઇ ભેદ નથી.
ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાનું ખુબ જ મહત્વ રહેલુ છે રથ ખેંચવો એ ભગવાનની સીધી સેવા માનવામાં આવે છે ભકિતભાવથી રથ ખેંચવાથી ભગવાનની ભકતો ઉપર અસીમ કૃપા થાય છે. સ્કધં પુરાણ અને ધાર્મિક ગ્રાથોમાં વર્ણન છે કે રથયાત્રામાં ભાગ લેવાથી અને ભગવાન જગન્નાથજીના રથ ખેંચવાથી મનુષ્યના અનેક પાપોનો નાશ થાય છે. અને પુણ્યની પ્રા થાય છે એક માન્યતા એવી પણ છે કે ભગવાનના રથના દર્શન, સ્પર્શ અને રથ ખેંચવાથી જન્મ–મરણના બંધનમાંથી મુકિત મેળવવાનો માર્ગ સરળ બને છે. ભગવાન જગન્નાથને પતિત પાવન કહેવાય છે કેમ કે અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથ પોતે પોતાના ભકતોને દર્શન આપવા નીકળે છે. અને સૌને આશીર્વાદ આપે છે. ભગવાન જગન્નાથ નો રથ ખેંચવો એ એક માત્ર પરંપરા નથી પરંતુ ભકિત, સેવા સમર્પણ અને આધાત્મિક કલ્યાણનો એક પવિત્ર અવસર છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન વિતરણ કરવામાં આવતા મગના પ્રસાદનું વિશેષ અને ધાર્મિક મહત્વ રહ્યું છે. ખાસ કરીને મગ ને સાત્વિકતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે મગ શરીર અને મનને શુધ્ધ રાખવામાં સહાયક હોવાથી જગન્નાથજીના પ્રસાદ તરીકે ધરવામાં આવે છે. મગના પ્રસાદ દ્રારા એક એવો પણ સરળતા અને સમાનતાનો સંદેશ છે કે ભગવાનને વૈભવ કરતા સાદગી અને ભાવ વધુ પ્રિય છે મગ જેવા સાદા પ્રસાદ દ્રારા એ શીખ મળે છે કે ભકિતમાં દેખાડો નહી પરંતુ નિ ા અને પ્રેમ મહત્વના છે મગ પૌષ્ટ્રિક અને સરળતાથી પચી જાય એવો શરીરને શકિત આપનાર આહાર છે તેથી જગન્નાથ મંદિરમાં તેને પ્રસાદ તરીકે વિશેષ સ્થાન મળ્યું છે.
ભગવાનને અર્પણ કર્યા પછી મગએ ખોરાક નહી પરંતુ પ્રસાદ બની ભગવાનની કૃપા અને આશીર્વાદનું સ્વરૂપ બની જાય છે તેને શ્રધ્ધાપૂર્વક ગ્રહણ કરવાથી મનમાં ભકિત અને શાંતિનો અનુભવ થાય છે. મગનો પ્રસાદ સૌ ભકતોને સમાન રીતે વહેંચવામાં આવે છે એટલે કે ભગવાન સમક્ષ બધા સમાન છે અને પ્રસાદ વહેંચવાથી પ્રેમ, એકતા અને ભાઇચારો વધે છે, આધાત્મિક રીતે જોઇએ તો મગનો પ્રસાદ ગ્રહણ કરવાથી સાદગી, સેવા, સમર્પણ અને સંતોષનો ઓડકાર આવે છે. તેમ જગન્નાથ મંદિરના મહતં ૧૦૦૮ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસ ગુરૂ રામકૃષ્ણદાસએ જણાવ્યુ હતું