ડીઝલનો લીટરનો બજાર ભાવ રૂા.૯૭.૭૧ છતાં મનપામાં રૂા.૧૦૧.૦૯ના ભાવે ખરીદી
ડીઝલનો લીટરનો બજાર ભાવ રૂા.૯૭.૭૧ છતાં મનપામાં રૂા.૧૦૧.૦૯ના ભાવે ખરીદી
July 15, 2026 05:11 PM
રાજકોટ શહેરમાં હાલ ડીઝલનો પ્રતિ લિટરનો ભાવ .૯૭.૭૧ પૈસા છે તેમ છતાં રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રતિ લીટર દીઠ .૧૦૧.૦૯ પૈસાના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે. ઓઈલ કંપની પાસેથી મહાપાલિકાના પપં માટે કરવામાં આવતી સીધી ખરીદી મોંઘી પડતી હોય ખાનગી પેટ્રોલ પંપમાંથી ખરીદી કરવા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને કમિશનરને આદેશ કર્યેા હતો પરંતુ કોઈ પણ કારણોસર આ આદેશના અમલમાં વિલબં થતા હવે મેયર અને સ્ટે.ચેરમેન ફરી આ મામલે મ્યુનિ.કમિશનર સાથે ચર્ચા વિચારણા કરનાર હોવાનું જાણવા મળે છે. વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ શહેરમાં હાલ ડીઝલનો પ્રતિ લિટરનો ભાવ .૯૭.૭૧ પૈસા છે, યારે મહાપાલિકા દ્રારા પ્રતિ લીટર દીઠ .૧૦૧.૦૯ પૈસાના ભાવે ખરીદી કરીને ઓઈલ કંપનીને પ્રતિ લિટર દીઠ વધુ .૩.૩૮ પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે. અગાઉ ડીઝલના ભાવ વધ્યા ત્યારે મતલબ કે આજથી એક મહિના પૂર્વે જ ખાનગી પપં ઉપરથી સસ્તા ભાવે ડીઝલ ખરીદવા પદાધિકારીઓએ આદેશ કર્યેા હતો પરંતુ તેનો અમલ આજ દિવસ સુધી શ થયો નથી. અમલ ન થયો પરંતુ હાલ ભાવ ઘટી ગયા છે તેથી ડીઝલ ખર્ચમાં જેટલી પણ બચત થાય તે માટે પ્રયત્ન કરવા ફરી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મ્યુનિસિપલ કમિશનરને મળી ચર્ચા વિચારણા કરશે. સૂત્રોએ ઉમેયુ હતું કે અગાઉ જેનો અમલ કરી ડીઝલ ખર્ચ ઘટાડવાની વાત હતી તે પરીપત્ર ભારત સરકારનો હતો પણ ગુજરાત રાય સરકારનો ન હતો તેથી આદેશ પાલનમાં વિલબં થયાનું મનાય રહ્યું છે. અલબત્ત હવે ખુલ્લા બજારમાંથી ખાનગી પમ્પમાંથી ખરીદી કરવા ટેન્ડર પ્રસિધ્ધ કરાશે તેમ જાણવા મળે છે.