જામનગર: ગુજરી બજારમાં આઠ મોબાઈલ ચોરી કરનાર મહીલા આરોપીઓનો છુટકારો
જામનગરમાં મહીલા આરોપીઓ પુજાબેન રાજુભાઈ સોલંકી, ભાવુબેન જેન્તીભાઈ સોલંકી, કમુબેન તુલસીભાઈ રાઠોડ એ જામનગરની પ્રખ્યાત જગ્યા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજારમાં ભીડ ખરીદી કરતી મહીલાઓના પર્સ તથા ઠેલા માંથી અલગ-અલગ કંપનીના ૮(આઠ) મોબાઈલ ફોન આરોપીઓએ નઝર ચુકાવી ચોરી કરતા મુદામાલ સાથે પકડાઈ ગયેલ હતો.
જે અંગેનો આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. માં આઈ.પી.સી. કાયદાની કલમ મુજબ આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવેલ જે અંગેનો કેસ જામનગરના ચોથા અધિક જયુડી. મેજી. ફ.ક. સી.એલ. કાપડીયા જજની કોર્ટમાં કેસ ચલાવવામાં આવેલ હતો, જે કેસમાં પ્રોસયુકેશન તરફે લેખીત દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૫ સાહેદોને તપાસવામાં આવેલ હતા. જે ફરીયાદી તથા સાહેદોના મહત્વના પુરાવાથી ફરીયાદ પક્ષના કેસને સમર્થન પ્રાપ્ત થયેલ ન હોય, જેથી ફરીયાદ પક્ષના કેસના પુરાવા પ્રત્યે શંકા દર્શાવી આરોપીના વકીલની દલીલોને ઘ્યાને લઈ મહીલા આરોપીઓને નિર્દોષ છોડી મુકતો હુકમ કરવામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફે એડવોકેટ હાર્દિક પી. એરડા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application