BREAKING NEWS

જામનગર: વાંસજાળીયાથી જીલ્લા મથકે જવા એક પણ એસટી બસ નહી 

  • May 21, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: વાંસજાળીયાથી જીલ્લા મથકે જવા એક પણ એસટી બસ નહી 

ગ્રામજનો, અરજદારો, વેપારીઓ વાયા વાયા થઇને પહોંચે છે નગરે 

જામનગર જીલ્લાના છેવાડાના ગામ પૈકીનું એક ગામ એટલે જામજોધપુર તાલુકાનું મોટામાં મોટુ ગામ વાંસજાળીયા  છે છતાં વાંસજાળીયાના ગ્રામજનો, અરજદારો, વેપારીઓ, દર્દીઓને જામનગર જીલ્લા મથકે આવવુ હોય તો વાયા જામજોધપુર અથવા તરસાઇ, હનુમાનગઢ ત્રણ પાટીયા થઇને જામનગર આવવુ પડે છે. જામનગર આવવા માટે એક પણ એસટીની બસ ડાયરેકટ ઉપલબ્ધ નથી.

વાંસજાળીયા(તાલુકો જામજોધપુર)થી જીલ્લા મથક જામનગર આવવા જવા માટે એક પણ ડાયરેકટ એસટીની બસ નથી. જામનગર શહરે જીલ્લા મથક હોવાનેધે ગ્રામજનોને અવાર નવાર વહીવટી કામસર આવવાનું થતુ હોય છે. તેમજ જામનગરમાં સૌરાષ્ટ્રની મોટામાં મોટી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ તથા આયુવેર્દીક હોસ્પિટલ હોવાથી આરોગ્ય બાબતે અવારનવાર ગ્રામજનોને જામનગર આવવાનું થતુ હોય છે. હાલના ઝડપી સમયમાં વાયા સતાપર, જામજોધપુર  ત્રણ પાટીયા થઇને અથવા વાયા તરસાઇ, હનુમાનગઢ ત્રણ પાટીયા થઇને ઠેબા ખાતા ખાતા, બસો બદલાવતા બદલાવતા જીલ્લા મથક જામનગર પહોંચે છે. જો વાંસજાળીયાથી ડાયરેકટ જીલ્લા મથક જામનગરની આવવા જવા માટે એસટી બસ શરૂ થાય તો ગ્રામજનોનો ઘણો ખરો સમય અને પૈસાની પણ બચત થાય.


વાંસજાળીયાથી ડાયરેકટ જામનગરની બસ શરૂ કરવામાં આવે તો તરસાઇ, સખપુર, સતાપર, ઉદેપુર, માલવાળા, વરવાળા, મહિકી, પડવલા, પાટણ સહિતના ગામોને પણ એક વધુ બસનો જામનગર આવવા જવા માટે વિકલ્પ મળી રહે વાંસજાળીયાથી વહેલી સવારે બસ શ‚ કરવામાં આવે તો ગ્રામજનોને, વેપારીઓને ખરીદી અને વહીવટી કામ એક જ દિવસમાં કરી શકે અને સાંજના સમયે જામનગરથી વાંસજાળીયાની રીટર્ન બસ થાય તો સાંજે ગ્રામજનો પોતાના ઘરે પહોંચી શકે. આ બાબતે ગ્રામજનો દ્વારા રજુઆતો કરવામાં આવી છે. સાથોસાથ આ બાબતે ઘટતુ થાય તેવી લોકોની માંગણી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application