માત્ર પાંચ મીમી વરસાદમાં રાજકોટમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડો હતો. વરસાદના ધોરી મહિના એવા અષાઢના આરંભે રાજકોટ શહેરમાં આજે સવારે અગિયાર કલાકે હળવું ઝાપટું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. રાજકોટ શહેરમાં છેલ્લે તા.૭ જુલાઇના રોજ વરસાદ વરસ્યો હતો, દરમિયાન એક અઠવાડિયાના અંતરાલ બાદ આજે ફરી મેઘરાજાએ પધરામણી કરતા શહેરીજનોએ ચોમાસાનો અહેસાસ કર્યેા હતો. વિશેષમાં મ્યુનિ.ફાયરબ્રિગેડ કન્ટ્રોલ મના સૂત્રોના જણાવ્યા મુજબ, આજે સવારે ઇસ્ટ ઝોનમાં છ મીમી, વેસ્ટ ઝોનમાં પાંચ મીમી અને સેન્ટ્રલ ઝોનમાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ ઇસ્ટ ઝોનમાં ૧૪૨ મીમી, વેસ્ટ ઝોનમાં ૧૩૪ મીમી અને સેન્ટ્રલ ઝોનમાં ૧૧૭ મીમી થયો છે. સૂત્રોએ ઉમેયુ હતું કે વરસાદ દરમિયાન યુનિવર્સિટી રોડ ઉપર આયુર્વેદિક હોસ્પિટલ પાસે એક વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે પાર્ક કરાયેલા ત્રણ બાઇક દબાઇ ગયા હતા, દરમિયાન આ અંગે કોલ મળતા ફાયરબ્રિગેડ અને ગાર્ડન શાખાની ટીમે સ્થળ ઉપર દોડી જઇને ધરાશાયી થયેલું વૃક્ષ સ્થળ ઉપરથી દૂર કયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે સરેરાશ ૧૫ ઈંચ જેવી વરસાદની ઘટ છે. ગત વર્ષે તા.૧૫ જુલાઇ સુધીમાં શહેરમાં વીસેક ઈંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂં પાડતા એક પણ જળાશયમાં આ ચોમાસે આજ દિવસ સુધીમાં વરસાદી પાણીની આવક થઇ નથી, શહેરની પાણીની જરિયાત સંતોષવા હાલ આજી–૧ અને ન્યારી–૧ ડેમને સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવીને ભરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં હજુ એટલો વરસાદ પણ વરસ્યો નથી કે ડંકી અને બોરના તળની સરવાણી ફરી શ થાય