ફરી મોબાઈલ ટેરીફમાં વધારાના એંધાણ, ત્રણ વર્ષમાં મોબાઈલ રિચાર્જના ભાવમાં 340%નો વધારો !

  • March 01, 2023 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એરટેલે આપ્યો સંકેત : ત્રણ વર્ષમાં મોબાઈલ રિચાર્જના ભાવમાં 340%નો વધારો


આવનારા દિવસોમાં મોબાઈલ રિચાર્જ કરવું વધુ મોંઘુ થઈ શકે તેવી શક્યતા છે. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ આ વર્ષના મધ્યમાં મોબાઈલ ટેરિફમાં વધારાની જાહેરાત કરી શકે છે. ભારતી એન્ટરપ્રાઈઝના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે મોબાઈલ ટેરિફ વધારવાનો સંકેત આપ્યો છે. મિત્તલે વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસમાં કહ્યું હતું કે વોડાફોન-આઈડિયાની હાલતમાં દેશને બીજો વોડાફોન આઈડિયા પોસાય તેમ નથી. સરકાર અને રેગ્યુલેટર્સ આ સ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ છે. અમને મજબૂત ટેલિકોમ કંપનીઓની જરૂર છે, જે નવી ટેકનોલોજીમાં રોકાણ કરી શકે છે, ગ્રામીણ વિસ્તારોમાં ઉત્તમ કવરેજ આપી શકે છે. આ વર્ષના મધ્યમાં મોબાઈલ ટેરિફમાં વધારો થઈ શકે છે. એરટેલે તાજેતરમાં જ 8 સર્કલમાં એન્ટ્રી લેવલ પેક રૂ. 99 થી વધારીને રૂ.155 કર્યો છે.

એન્ટ્રી લેવલ મોબાઈલ ટેરિફ રેટ સતત વધી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં એન્ટ્રી લેવલ ટેરિફમાં 340% થી વધુ વધારો થયો છે. જ્યાં, ડિસેમ્બર 2019 માં, સામાન્ય ગ્રાહકોને સૌથી ઓછા ટેરિફ તરીકે 35 રૂપિયા ચૂકવવા પડતા હતા, જ્યારે હવે તેમને 155 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે, 199 રૂપિયાનું રિચાર્જ ડિસેમ્બર 2019માં 249 રૂપિયા હતું અને હવે 299 રૂપિયા થઈ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application