ખંભાળિયા: મીઠાપુર અને ભાણવડમાં બે સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયો
મીઠાપુર તાબેના રંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા ડુંગરભા ઉર્ફે બાડો ગગુભા માણેક નામના શખ્સ દ્વારા નાગેશ્વર રોડની સાઈડમાં બાવળની ઝાડીમાં છુપાવીને રાખવામાં આવેલો રૂપિયા ૬૫,૦૦૦ ની કિંમતનો ૬૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જો કે દરોડા દરમ્યાન આરોપી ડુંગરભા ઉર્ફે બાડો માણેક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે મીઠાપુર પોલીસે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ભાણવડ તાલુકાના ફતેપુર ગામે રહેતા ભીખુ ખીમાભાઈ વારોતરીયા નામના ૪૧ વર્ષના શખ્સને પોલીસે રૂ. ૨,૦૦૦ની કિંમતના વિદેશી દારૂના આઠ ચપલા તેમજ એક મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application